Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

આજના શુભ દિવસે - 736

પ્રમાણિકતાનું સંશોધન

ઉત્તર પ્રદેશના એક બહુ જાણીતા મંદિરમાં મુંબઇથી એક બસ ભરીને લોકો દર્શન કરવા આવે છે. આખા ભારતમાંથી તો આવતા જ હોય છેઅને બધા જ મંદિરની બહાર ભિખારી તો હોવાના જ !

મોટા ભાગના લોકો છૂટા પૈસાની શોધમાં હોય છે-ભિખારીને નોટ આપવાની ભાગ્યેજ કોઇની તૈયારી હોય છે.

ત્યાં આગળ એજ બાવીશેક વર્ષનો છોકરો પોતાના ઘરના ઓટા પર બેઠો હોય છે. અને જે જાતનું અને જેટલું પરચુરણ જોતુ હોય તેટલું આપી શકવાની તેની ક્ષમતા છે.

મંદિરમાં ગયા બાદ, પાછા ફરતી વખતે ભિખારીને પૈસા આપે છે- મોટા ભાગનાને એવું લાગે છે કે પેલા છોકરાએ ભૂલમાં વધારે પૈસા છૂટા આપી દીધા છે.

પરંતુ આ વાત તેની પાસે જઇને કોઇ પૂછતું નથી-ફકત અંદરો અંદર ચર્ચા કરતા હોય છે. આ મુંબઇથી આવેલા લોકોને પણ ત્રણ દિવસ થઇ ગયા હતા એટલે બસમાં બેસીને પાછા જવાની તૈયારી કરે છે.

ગામની બહાર એક કીલોમીટર બસ જાય છે અને બસ એક ઝાટકા સાથે ઉભી રહી જાય છે. ડ્રાયવર ઉતરીને એંજીન તપાસે છે અને બધા પેસેન્જરોને ેકહે છે કે આમાંથી અમુક પાર્ટસ કાઢીને ગામમાં પાછું જવું પડશે. હવે ચાર કલાક પછી બસ ઉપડશે. કોઇને ફરી ગામમાં જવું હોય કે અહીં જ રાહ જોવી હોય એ સૌ સૌની મરજી પર છે.

એક પતિ-પત્નીને વિચાર આવ્યો કે ચાલો પેલા છૂટા પૈસા આપે છેએ છોકરાને મળી આવીએ.

ત્યાં પહોંચે છે અને પૂછે છેઃ 'શું નામ છે તારૂ' છોકરો જવાબ આપે છે આજે ૪ વર્ષથી અહી ં બેઠો છું. કોઇ કંઇજ પૂછતું નથી. હેતુપુર્વક બધાને છૂટા કરાવાના બહાને વધારે પૈસા આપું છું- મંદિરમાં આ વાત લોકોની પ્રમાણિકતા જાણવા !

'તો, ભાઇલા તું આમ કેમ કરે છે ?'

મારા દાદાના વખતની જમીન હતી. ચાલીશેક વર્ષ કેસ ચાલ્યો, અમે જીતી ગયા અને રપ-પ૦ કરોડ રૂપિયાની જમીન વેંચી આ પૈસા જોવા માટે મારા ઘરમાં કોઇ સભ્યો જીવિત નથી.

અને મને વિચાર આવ્યો કે ઇશ્વર જેવી કોઇ વસ્તુ કે તેની કોઇ વ્યવસ્થા હોય શકે ? તમે પણ જોયું અને જાણ્યુંને ?

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:00 am IST)
  • કાઠમંડુમાં ચીન વિરોધી દેખાવો શરૂ થયા : નેપાળના પાટનગર કાઠમંડુથી અહેવાલો મળી રહ્યા છે કે કાઠમંડુમાં ચિન વિરોધી જોરદાર દેખાવો શરૂ થઈ ગયા છે. ચાઈનાએ નેપાળની સરહદે સંખ્યાબંધ જિલ્લાઓમાં જમીનો ઉપર દબાણ કર્યું છે તેના વિરોધમાં આ દેખાવો સર્જાયાનું જાણવા મળે છે.(ફાઇલ તસ્વીર) access_time 10:39 am IST

  • કાંદિવલીમાં 24 માં માળે આગ લાગી: મહારાષ્ટ્ર: મુંબઇના કાંદિવલી પૂર્વ વિસ્તારના ઠાકુર ગામમાં ચેલેન્જર્સ ટાવરના 24 મા માળના ફ્લેટમાં આગ લાગી: હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. access_time 11:38 pm IST

  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST