Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

આજના શુભ દિવસે - 711

એક કોલેજના વિદ્યાર્થીઓ પર્વતારોહણ માટે જવાની તૈયારી કરે છે. પ્રિન્સિપાલ અને પ્રોફેસર સલાહ-સૂચન કરે છે એ પ્રમાણે શકય એટલો ઓછો સામાન લઇ જવાનો છે.

સાયકલોજીના પ્રોફેસર પણ સાથે જવાના છે. તેમણે સૂચન કર્યું કે એક ખચ્ચર સાથે લઇ જઇએ. ખાવા-પીવાનો સામાન તો ઠીક-પરંતુ ઇમરજન્સીમાં કામ આવે.

સાત દિવસ પછી બધા પાછા ફરે છે. એક વિદ્યાર્થીને ખચ્ચર પર બેસાડયો હોય છે અને તેના પગ પર પ્લાસ્ટર લગાવ્યું છે.

બધા પૂછે છે : 'અરે, વાહ ખચ્ચર કામ આવ્યું ખરૃં ! સાયકોલોજીના પ્રોફેસર બહુજ ખુશ છે કે બધાએ તેમની સલાહ માની અને ખચ્ચર સાથે લીધું.'

ખચ્ચર શું કામ આવ્યું ? જુઓને આ છોકરાનો પગ ભાંગી ગયો તો તેને બેસાડીને લાવ્યા પગ કેવી રીતે ભાંગી ગયો ?

સાયકોલોજીના પ્રોફેસર જવાબ આપે છેઃ 'ખચ્ચરે લાત મારી એટલે !'

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:20 am IST)