Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

આજના શુભ દિવસે - 721

એક બિલ્ડર સાથ તેનો મુખ્ય કોન્ટ્રોકરકમ સુથાર ૪૦ વર્ષથી નિષ્ઠાપૂર્વક કામ કરતો હતો બંનેને એક બીજા પર વિશ્વાસ હતો.

એક દિવસ સુથાર આવીને માલીકને કહે છે.. કે હવે મારા છોકરાવ પણ કમાવા લાગ્યા છે એટલે હવે હું કામ છોડી દેવા માંગું છું!

શેઠ તેનાથી બહુ ખુશ છે અને રજા આપે છે, પરંતુ કહે છે કે એક છેલ્લુ મકાન ૬ મહિનામાં બનાવી દે ! અને બહુ જ સારૂ અને બધાને ગમી જાય તેવું બનાવજે.

નારાજગી સાથે મકાન બનાવવાનું કામ શરૂ કરે છે. આ શેઠને પણ સખ પડતું નથી, હજુ શું કમાઇ લેવું છે તે મકાન બનાવે છે.

તેણે તો છ મહિનાને બદલે કામમાં સખ્ત વેઠ ઉતારીને પ મહિનામાં તૈયાર કરી નાંખ્યું અને શેઠ પાસે જઇને કહે છે કે હવે કાલથી હું છૂટો !

શેઠ કહેઃ 'અરે ! એમ હોય કાંઇ, આવતી કાલે તો તમારે આખા ઘરને મારેે ઘેર જમવા આવવાનું છે. ના પાડી શકતો નથી. બધા જમવા બેઠા છે-શેઠ બહુજ પ્રેમથી જમાડે છે.

બધા ઘેર જવા નીકળે છે. ત્યારે શેઠ કહે છે' જે આ છેલ્લા ૪૦ વર્ષમાં કમાયો છું તે તમારા વડિલને આભારી છે. અને આ ખુશીમાં તેણે જે છેલ્લુ ઘર બનાવ્યું છે, તે તેને ભેટ આપું છું !'

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:22 am IST)