Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

આજના શુભ દિવસે - 687

એક સાધુ નદી કાંઠે ફરવા નીકળ્યો હોય છે. સામે મળતા લોકો સ્વાભાવિક તેમને નમસ્કાર કરે છે.

એવામાં સાધુનું ધ્યાન નદીકાંઠે બેઠેલી સ્ત્રી પર ગયું, તેના ખોળામાં પુરૂષનું માથું છે. અને સ્ત્રી તેના માથામાં હાથ ફેરવેછે અને તેવામાં પુરૂષ બેઠો થઇને બાજુમાં રાખેલ બોટલમાંથી પ્રવાહી પીવેછે સાધુ વિચાર કરે છે-- કેવા બે શરમ છે. આ લોકો !

એવામાં બહુ દેકારો થવા માંડયો ! દોડો, દોડો નદીમાં કોઇ ડૂબી રહ્યું છે ! સાધુ પણ કાંઠે ઉભા ઉભા નિર્જીવ ભાવે જોયા કરે છે. કોઇ બચાવવા માટે પાણીમાં પડતું નથી. એટલામાં તો પેલી સ્ત્રીના ખોળામાં માથું રાખીને સુતેલો પુરૂષ દોડીને પાણીમાં પડે છે. અને ડૂબતી વ્યકિતને ખભા ઉપર લઇને બહાર આવે છે.

બે બાળકો ખૂબ ખુશ થઇને મમી-મમી કરવા લાગે છે અને લોકો પૂછે છેઃ તમારી મમી નદીમાં કેવી રીતે પડી ગઇ ? બાળક જવાબ આપે છે.'અમે કાંઠા પર રમતા હતા અને મમીનો પગ લપસી ગયો.'

સાધુ પણ યુવાન હતા, પરંતુ પાણીમાં ડૂબતી સ્ત્રીને બચાવવાનો કોઇ વિચાર ન આવ્યો ! અને પેલો પુરૂષ ? એ ઘણા સમયે પોતાના વતનમાં આવ્યો હતો. દૂરના શહેરમાં નોકરી કરતો હતો, અને  એની માના ખોળામાં માથું રાખીને સૂતો હતો. માતા પણ ખૂબ પ્રેમથી તેના માથામાં હાથ ફેરવતી હતી. વાતાવરણ થોડુ ગરમ હોવાથી સાથે પાણીની બોટલ લાવ્યા હતા-તેમાંથી પાણી પીતા હતા.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:18 am IST)