Samachar Sports

News of Friday, 21st April, 2017

IPL વચ્‍ચે છુટ્ટી મનાવવા દુબઈ ગયો કેપ્‍ટન સ્‍મિથ

IPL વચ્‍ચે છુટ્ટી મનાવવા દુબઈ ગયો કેપ્‍ટન સ્‍મિથ

   ઓસ્‍ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ટેસ્‍ટ અને વન-ડે કેપ્‍ટન સ્‍ટિવન સ્‍મિથ લગભગ બે મહિના કરતા વધુ સમયથી ભારતના પ્રવાસે છે. ટેસ્‍ટ સીરીઝ બાદ તે તરત આઈપીએલની ટીમ પુણે સાથે જોડાઈ ગયો હતો. આટલા લાંબા અને થકવી નાખનારા પ્રવાસ વચ્‍ચે કેટલાક દિવસનો બ્રેક લઈને સ્‍મિથ છુટ્ટી મનાવવા દુબઈ જતો રહ્યો હતો. સ્‍મિથની કેપ્‍ટન્‍સીમાં પુણેએ ૧૦મી સીઝનમાં જીત સાથે શરૂઆત કરી હતી. પોતાની પહેલી જ મેચમાં પુણેએ મુંબઈ જેવી મજબૂત ટીમને હરાવી હતી. પુણેની ટીમની છેલ્લી મેચ બેંગ્‍લોર સામે રમાઈ હતી જેમાં તેણે વિજય મેળવ્‍યો હતો. પુણેની હવે પછીની મેચ આવતીકાલે હૈદ્રાબાદ સામે રમાશે.

 (01:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS