Samachar Sports

News of Friday, 21st April, 2017

ગંભીર હાલતમાં મૂકાયેલું ગુજરાત કોલકતા સામે કરવા માંગશે જૂનો હિસાબ બરાબર

રૈનાની ટીમ માત્ર એક જ મેચ જીતી છે તો કોલકતા પોઈન્‍ટ ટેબલ પર ટોચ પર છે

   કોલકતા : કોલકતા સામે તેના ઘરઆંગણે રમનાર ગુજરાતનો પ્રયાસ કોલકતા સામે પહેલી સીઝનની પહેલી મેચમાં મળેલી હારનો હિસાબ બરાબર કરવાનો હશે. પહેલા ચરણમાં યોજાયેલી મેચમાં કલકતાએ ગુજરાતને ૧૦ વિકેટે હરાવ્‍યુ હતું. કોલકતાના કેપ્‍ટન ગૌતમ ગંભીર અને ક્રિસ લીનની ઓપનીં જોડીએ ૧૮૩ રનના લક્ષ્યાંકને વિનાવિકેટે આંબી લીધો હતો.

   કોલકતા આ સીઝનમાં અત્‍યાર સુધી ચાર મેચ જીતી ચૂકયુ છે, તો ગુજરાતને માત્ર એક જીત મળી છે. આ સીઝનમાં ગુજરાતનું પ્રદર્શન અત્‍યાર સુધી ઘણું ખરાબ રહ્યુ છે. તેની પાસે બ્રેન્‍ડન મેક્કલમ, કેપ્‍ટન સુરેશ રૈના, ડ્‍વેઈન સ્‍મિથ, એરોન ફિન્‍ચ અને દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓ હોવા છતાં ટીમ જીત મેળવી શકી નથી. ગુજરાતની બોલીંગ એની સૌથી નબળી કડી છે. બેંગ્‍લોર સામેની મેચમાં ક્રિસ ગેઈલ અને કોહલીએ ગુજરાતના બોલરોની ખાસ્‍સી ધુલાઈ કરી હતી. રવિન્‍દ્ર જાડેજા પાસે બહુ આશાઓ હતી, પરંતુ એ પણ સાચી પુરવાર નથી થઈ. કલકતાની બોલીંગ - બેટીંગ ઘણી મજબૂત છે.

 (01:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS