Samachar Sports

News of Friday, 21st April, 2017

સુપ્રિમ કોર્ટે ધોનીને આપી રાહત

ભૂતપૂર્વ ભારતીય કેપ્‍ટન સામેના ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડવાના કેસને કર્યો રદ્દ

સુપ્રિમ કોર્ટે ધોનીને આપી રાહત

   સુપ્રિમ કોર્ટે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોનીને રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે આંધ્રપ્રદેશના અનંતપુર કોર્ટમાં ચાલી રહેલા ધાર્મિક ભાવનાને ભડકાવવાને કેસને રદ્દ કર્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં ધોનીએ જાણીજોઈને ખરાબ ભાવના સાથે કામ નથી કર્યુ. મેગેઝીનમાં ધોનીનો ભગવાન વિષ્‍ણુના રૂપમાં ફોટો છપાયો હતો. સુપ્રિમ કોર્ટે અંગ્રેજી મેગેઝીનના એડીટર સામેના કેસને પણ રદ્દ કરી દીધો હતો. ગયા વર્ષે સુપ્રિમ કોર્ટે ધોનીને મોટી રાહત આપતા તેની વિરૂદ્ધ લોકોની ધાર્મિક ભાવનાને નુકશાન પહોંચાડવાના મામલે બેંગ્‍લોરની અદાલતમાં તેની વિરૂદ્ધ ચાલતા કેસને રદ્દ કર્યો હતો. આ મામલે ધોની સામે કાર્યવાહી કરવાની અરજીને કર્ણાટક હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ત્‍યારબાદ સુપ્રિમ કોર્ટમાં ધોનીએ અરજી કરી કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.

   એપ્રિલ ૨૦૧૩માં મેગેઝીને પોતાના કવરપેજ પર ધોનીનો ભગવાન વિષ્‍ણુના રૂપનો એક ફોટો છાપ્‍યો હતો. ત્‍યારબાદ ધોની સામે લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં આંધ્રપ્રદેશની અનંતપુર કોર્ટે જાન્‍યુઆરી ૨૦૧૬માં ગેરજમાનતી વોરન્‍ટ બહાર પાડયુ હતું.

 (01:51 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS