Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

યાત્રાધામ બોર્ડની નવી વેબસાઇટનું કાલે ઉદ્‌‌ઘાટન : સોમનાથના જીવંત દર્શન થશે

યાત્રાધામ બોર્ડની નવી વેબસાઇટનું કાલે ઉદ્‌‌ઘાટન : સોમનાથના જીવંત દર્શન થશે

      રાજકોટ, તા. ર૧ :  ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા નવી વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ આવતીકાલે સવારે ૮-૩૦ વાગ્‍યે મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્‍તે સોમનાથ ખાતે થશે.

      યાત્રાધામ બોર્ડ દ્વારા અગાઉ ૧૯૯૯માં બનાવેલી વેબસાઇટના સ્‍થાને નવી અદ્યતન વેબસાઇટ બનાવવામાં આવી છે જેમાં સોમનાથ મહાદેવના સતત લાઇવ દર્શન થઇ શકશે ભવિષ્‍યમાં અન્‍ય મોટા યાત્રાધામોને પણ જીવંત દર્શન હેઠળ આવરી લેવાની કલ્‍પના છે. નવી યાત્રાધામોની માહિતી ઉત્‍સવ, સમાચાર, ટેન્‍ડર  નોટીસો વગેરે પ્રસ્‍તુત કરવામાં આવશે.

 (04:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS