Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પર હુમલોઃ બે ઝડપાયા

બારગામ ખારવા સમાજના વણોટ સુનિલ ગોહેલ પંચાયત ઓફીસમાં બેઠા હતા ત્‍યારે નરશી મશાણી અને તેનાં ભાઇ સહીતનાં શખ્‍સો શખ્‍સો હુમલો કરી નાસી છૂટયાઃ ખારવા સમાજની મઢીએ હજારો લોકો ઉમટયાઃ પોલીસ ઘટના સ્‍થળે

પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પર હુમલોઃ બે ઝડપાયા

   પોરબંદર તા. ૨૧:  અત્રેના બારગામ ખારવા સમાજનાં વણોટ (પ્રમુખ) ઉપર અજાણ્‍યા શખ્‍સોએ હુમલો  ર્ક્‍યાની ઘટનાંથી તંગદિલી વ્‍યાપી છે.

   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરનાં સમયે ખારવા સમાજનાં વણોટ સુનિલભાઇ ગોહેલ પંચાયતની ઓફિસમાં બેઠા હતાં. ત્‍યારે ત્રણ થી ચાર એ  શખ્‍સો તેઓ ઉપર હુમલો ર્ક્‍યો હતો. અને નાશી છૂટયા હતાં.

   આ બનાવની જાણ થતા જ ખારવા સમાજની મઢીએ ખારવા સમાજનાં લોકોનાં ટોળા હજારોની સંખ્‍યામાં ઉમટી પડયા હતાં. આ દરમ્‍યાન પોલીસ પણ તુરતંજ ઘટનાં સ્‍થળે પહોંચી ગઇ જાણવા.

   છરી વડે હુમલાનો પ્રયાસ

   દરમ્‍યાન પોલીસે આ બનાવમાં નવાપરાના નરશી બાબુભાઇ અને તેના ભાઇને ઝડપી લઇ અન્‍યોની શોધખોળ ચાલુ કરી હતી. ઉપરોક્‍ત શખ્‍શોએ પંચાયત કચેરીમાં ઘુસી અને છરી વડે પંચાયતનાં પ્રમુખ સુનિલભાઇ પર હુમલાનો પ્રયાસ ર્ક્‍યો હતો. પરંતુ સમાજના પટેલો અને અન્‍ય આગેવાનો વચ્‍ચે પડી અને બચાવી લેતા માત્ર ઝપાઝપી કરી હુમલો કરી નાશી છૂટયા હતાં.

 (04:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS