Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

જૂનાગઢના ડીવાયએસપી ગખ્ખર સહિત દસ પોલીસ અધિકારી કર્મચારીનું પ્રદિપસિંહ જાડેજાના હસ્તે

જૂનાગઢના ડીવાયએસપી ગખ્ખર સહિત દસ પોલીસ અધિકારી કર્મચારીનું પ્રદિપસિંહ જાડેજાના હસ્તે

   જુનાગઢમાં પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં દિક્ષાંત સમારોહઃ જૂનાગઢઃ રાજયનાં ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહજી જાડેજાની ઉપસ્થિતીમાં ૧૯૬ મહિલા અને ૩૨૨ પુરુષ એ.એસ.આઇ. ની તાલીમ પુૃણ થતાં આયોજીત દિક્ષાંત સમારોહનાં ફોટા આ પ્રસંગે રાજયનાં અધીક પોલીસ મહાનિર્દેશક રી કે કે ઓઝા, જૂનાગઢ રેન્જનાં ડીઆઇજી શ્રી રાજકુમાર પાંડીયન, પોલીસ અધિક્ષકશ્રી નિલેષભાઇ ઝાઝડીયા, સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, નાયબ વન સંરક્ષકશ્રી પ્રદીપસીંહજી રાઠોડ, પ્રિનસીપાલ પોલીસ તાલીમ મહાવિદ્યાલય શ્રી એમ. એમ. અનારવાલા ઉપસથિત રહ્યા હતા.

   જૂનાગઢ તા.૨૧: જૂનાગઢના ટાઉનહોલમાં તાલુકા પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જૂનાગઢના ડીવાયએસપી શ્રી ગખ્ખરનું અમદાવાદમાં તેમની ફરજ દરમ્યાનમાં ઇન્ડીયન મુઝાહીદીનના આતંકીઓને ઝડપવાની કામગીરીમાં શ્રેષ્ડ સેવા બદલ ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢના પત્રકાર કિશોરભાઇ દવેની હત્યાના તહોમતદારોને તાત્કાલિક ઝડપવાની કામગીરી બદલ પી.એસ.આઇ. પી.બી.જોષી, એ.એસ.આઇ શ્રી દેવશીભાઇ વરૂ, હેડ કોન્સટેબલ શ્રી મહેન્દ્રભાઇ કુવાડીયા, પો.કો. કરશનભાઇ મોઢા, રોહિત ધાંધલ, પ્રતિક ઠાકર,જગદીશ ડાંગર અને મેણસીભાઇનું ગૃહરાજય મંત્રી શ્રીએ મોમેન્ટો  આપી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં આઇ.જી અને એસ.પી શ્રીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ શ્રી ડી.બી. બારડે સંકલન અને પ્રો. હરેશ કાવાણીએ સંચાલન કર્યું હતુ.

 (02:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS