Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

થાનગઢમાં ખંડણીના નાણા મુદ્દે મુસ્લીમ વેપારીના બંગલા ઉપર ફાયરીંગ

ગાડી અને મકાનના કાચ તોડયાઃ વિજય કાઠી સહીતના શખ્સોની શોધખોળ

થાનગઢમાં ખંડણીના નાણા મુદ્દે મુસ્લીમ વેપારીના બંગલા ઉપર ફાયરીંગ

   વઢવાણ, તા., ૨૧:  થાનગઢમાં મુસ્લીમ વેપારીઓએ રૂ. ૭ લાખની ખંડણીની ઉઘરાણી બાબતે રાત્રીના ૧ વાગ્યાના સમયે બે થી ત્રણ કાઠી શખ્સોએ વેપારીના મકાન ઉપર ઇંટ, પથ્થરથી હુમલો કરી ગાડી, બારીના કાચ તોડી નાખી એકસયુવી કારનો પાછળનો કાચ તોડી પલાયન થઇ ગયા હોવાનો બનાવ બનતા શહેરીજનોમાં દહેશતનો માહોલ છવાઇ ગયો છે.

   રામપરડા ગામના વિજય અનકભાઇ કાઠી તથા તેની સાથે રહેલા અન્ય એકથી બે શખ્સોએ થાનના મુસ્લીમ વેપારી અને ફરીયાદી પરવેઝ   મહમદભાઇ કલાડીયા પાસે રૂ. ૭ લાખની ખંડણી માંગી હતી જેની ફરીયાદ આ પહેલા થાન પોલીસ મથકે નોંધાવી હતી. તથા અવાર નવાર ફોન કરી નાણાની ઉઘરાણી કરતો હતો. પરંતુ વેપારીએ તેને નાણા નહી આપતા કાલ રાત્રીના લગભગ ૧ વાગ્યે આરોપી વિજય કાઠી સાથે તેના અન્ય એકથી બે સાગ્રીતો પથિકાશ્રમ સામે વેપારીના ઘર પહોંચી જઇ ઇંટોના ઘા કરી એકસયુવી કારના તથા બારીના કાચ તોડી નાખ્યા હતા તથા વેપારીને ગાળો આપી પોતાની પાસે રહેલ ગેરકાયદેસર બંદુકમાંથી વેપારીના ઘર ઉપર ગોળીબાર કરી લાઇટો તોડી નાખી હુમલો કર્યો હતો. વેપારીનો પરીવાર દહેશતના કારણે ઘરમાં જ પુરાઇ રહયો હતો.

   આરોપી વિજય કાઠી જીલ્લાભરમાં જુદા જુદા સ્થળોએ વારંવાર ખંડણી માંગતો ફરે છે તેની ઉપર સુરેન્દ્રનગર જીલ્લાના અન્ય પોલીસ મથકોમાં પણ ગુના નોંધાયા છે. ત્યારે તેને તડીપાર કે પાસા કેમ કરવામાં આવતા નથી તે પણ તપાસનો વિષય છે.

 (02:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS