Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

૫ડધરી બાર એસોસીએશન કોર્ટ કાર્યવાહીથી અલિપ્તઃ આવેદનપત્ર

૫ડધરી બાર એસોસીએશન કોર્ટ કાર્યવાહીથી અલિપ્તઃ આવેદનપત્ર

      પડધરી તા.ર૧ : પડધરી બાર એસોસીએશન આજે લો કમીશન દ્વારા એડવોકેટસ એકટમાં સુધારા-વધારાના વિરોધમાં કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહ્યા છે અને આવેદનપત્ર પાઠવાયુ હતુ.

      બાર એસોસીએશન દ્વારા જણાવ્યુ છે કે બાર ઓફ ઇન્ડિયા તરફથી સરકારના લો કમીશન દ્વારા એડવોકેટસ એકટમાં સુધારા-વધારા કરવા માટે બીન લોકશાહી અને વકીલ વિરોધી જે ભલામણો કરેલી છે જે પ્રપોઝડ બીલ નં.ર૬૬ થી તા.ર૩-૩-ર૦૧૬ના રોજ લોકસભામાં મુકવામાં આવેલ છે. આ બાબતે તા.ર૩-૩-ર૦૧૭ના રોજ લોકસભામાં મુકવામાં આવેલ પ્રપોઝડ બીલ નં.ર૬૬ જે બીન લોકશાહી અને વકીલો વિરોધી ભલામણનો વિરોધ કરવા માટે અને લોકસભામાં આ વકીલ વિરોધી બીલ મંજુર ન થાય તે માટે આજે દેશની તમામ બાર કાઉન્સીલ અને એસોસીએશનને કોર્ટ કામકાજથી અળગા રહી વિરોધ પ્રદર્શીત કરવા માટે એલાન આપેલ છે.

      બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દરેક એસોસીએશનની માતૃસંસ્થા હોય તેના આદેશ અનુસાર પડધરી બાર એસોસીએશનના તમામ એડવોકેટસ કોર્ટ કામકાજથી અળગા રહી વિરોધ પ્રદર્શીત કરવાનુ તેમજ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા-લો કમીશનના આ કમીટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે.

      બાર એસો.ના પ્રમુખ પ્રફુલચંદ્ર કે. કોટક, ઉપપ્રમુખ બીપીન કે. ત્રિવેદી, સેક્રેટરી આર.એસ.જાડેજા, વી.ટી.કણઝારીયા, જે.વી.ઝાલા, દિવ્યેશ કોટક, વિપુલ કોટક, હરદેવસિંહ જાડેજા, અનિલ પરમાર, દિનેશ કોટડીયા, વિરમભાઇ ધ્રાંગીયા, કલ્પેશ ડાંગર, શિલ્પાબેન ચાવડા, કુલદિપસિંહ જાડેજા, એન.વી.પટેલ સહિતના જોડાયા હતા.

 (02:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS