Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

ચોટીલા તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરોઃ માત્ર ૬ ગામોની જાહેરાતથી વિરોધ વંટોળ

કોંગ્રેસ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલનની ચિમકી

ચોટીલા તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરોઃ માત્ર ૬ ગામોની જાહેરાતથી વિરોધ વંટોળ

   ચોટીલા, તા. ર૧:  ચોટીલા તાલુકા કોંગ્રેસ દ્વારા ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારને આજે ચોટીલા તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન પાઠવી ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપેલ છે તેમજ ચાલુ સરકાર સામે બળાપો કાઢી તાલુકાની વાસ્તવિકતાનો ચિતાર જોવાની અપીલ કરેલ હતી.

   જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, તાલુકાના આંબાભાઇ પટેલ, જીલ્લા આગેવાન રાઘવભાઇ મેટાળીયા, કલ્પનાબેન મકાવણા, રૂત્વીકભાઇ મકવાણા, નગરપાલિકા પ્રમુખ રવુભાઇ ખાચર, ઉપપ્રમુખ હરેશભાઇ ચૌહાણ, દેવકરણ જોગરાણા સહિતના આગેગવાનો અને કાર્યકર્તા જોડાયેલ હતા.

   ચોટીલા તાલુકાના છ ગામોને રાજય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરાયા છે પરંતુ તાલુકાના મોટા ભાગના ગામડાઓની સ્થિથિ ખુબ જ વિકટ છે. ઠેર-ઠેર પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યાઓ છે લોકો દુષ્કાળની માંગ સાથે રેલીઓ કાઢી છે પરંતુ માત્ર છ ગામોને અછતનો લાભ મળતા તાલુકાનાં પ્રજામાં રોષ વ્યાપેલ છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા આવેદનમાં જણાવાયું છે.

   છેલ્લા ત્રણેક વર્ષથી અપુરતા વરસાદને કારણે આ પંથકની સ્થિતિ અતિ ગંભીર બની ગયેલ છે લોકો પાણી-ઘાસચારો અને રોજગારી માટે કાળઝાળ ગરમીમાં વલખા મારી રહેલ છે, પાક નિષ્ફળ જતા ખેડૂતો દેવાના બોજા તળે દબાણય ગયેલ છે આવા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે લોકોને આ પંથકમાં કામ નહીં મળતા હીજરત કરી રહ્યા છે. કપરા સમયે પ્રજાની સાથે રહેવાને બદલે ભાજપ સરકાર ઉત્વ અને તાયફાઓ પાછળ કરોડોનો ઘુમાડો કરી રહી છે. તાલુકાની વિકટ સ્થિતિથી સરકારને વાકેફ કરવાને બદલે નિભર તંત્ર ભ્રષ્ટને ઠાલા વચનો આપનારી સરકારી કઠપુતલી બની ગયેલ છે ખેતી માટે નર્મદાના નીરથી તાલુકાને વંચીત રાખનાર ભાજપની સરકારે આપણા તાલુકા સાથે હળાહળ અન્યાય કર્યો છે ત્યારે તાલુકાના દરેક ગામડાને સંપૂણ અછતગ્રસ્ત જાહેર કરવા, પીવાના પાણીની  તાત્કાલીક વ્યવસ્થા અને કાયમી ઉકેલ માટે લાંબાગાળાની યોજના જાહેર કરવી, કેટલકેમ્પ ચાલુ કરવા, તાત્કાલીક રાહત કામ શરૂ કરવા, આગામી ખરીફ પાકોના બિયારણ, દવા માટે તગાવી લોન આપવી, યુપીની સરકાર જેમ બે ધિરાણ માફ કરવા, નિષ્ફળ ગયેલ પાક માટે પાક વિમો જાહેર કરવો.

   જો માંગ દિવસ દશમાં નહી સ્વીકારાય તો ૧ મે ગુજરાતના સ્થાપના દિવસથી તાલુકાના વિશાળ સંખ્યામાં લોકો સાથ આમરણાંત ઉપવાસ કરવામાં આવશે તેમ જણાવેલ છે.

 (02:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS