Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારે ખેડૂતોનું દેવુ માફ કર્યું તો ગુજરાતમાં કેમ નહી ? મોરબી કોંગ્રેસનો આક્રોશ

   મોરબી, તા. ર૧: જીલ્લા કોંગ્રેસ પ્રમુખ (સી.પી.એસ.) અને મોરબી માર્કેટીંગ યાર્ડના ડીરેકટર કે.પી. ભાગીયાએ ગુજરાતના મુખ્યમંત્રી, કૃષિમંત્રીને લેખિતમાં રજૂઆત કરી અણીયારા સવાલો પૂછયા છે તેમના સવાલ મુજબ યુપીમાં ભાજપની સરકારે તાજેતરમાં જ ખેડૂતોનું કરજ માફ કર્યું, તો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે અને ખેડૂતો પર રૂ. રપ હજાર રકોડનું દેવું છે તે કયારે માફ કરવાની જાહેરાત કરવામાં આવશે ?

   વધુમાં જણાવ્યું કે ગત વર્ષે અપૂરતા વરસાદના કારણે સૌરાષ્ટ્રના તમામ જળાશયો ખાલી રહેલ, પૂરતા પાણીના અભાવે ગુજરાત અને તેમાંયે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં આપતી સરકારે મોટાભાગના ગામોને અર્ધઅછત વિસ્તારો જાહેર કર્યા હતા, તે સમયે ખરીફ પાક તદ્ન નિષ્ફળ ગયેલ, ઉપરથી કપાસમાં ગુલાબી ઇયળ, મગફળીમાં મુંડાના ઉપદ્રવના કારણે પણ ખરીફ પાકમાં મોટો ઘટાડો નોંધાયેલ.

   વધારામાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તેમજ ડીઝલના ભાવમાં અસહ્ય વધારાથી ખેડૂતોની કમર ટુટી ગયેલ છે અને આ બોજો સહન કરવાની શકિત ખેડૂતોએ ગુમાવી દેતા, પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો  આત્મહત્યા સુધીનું વિચારી, પગલુ ભરી રહ્યા છે તે બાબત જ બતાવે છે કે ખેડૂતો કરજ ચુકવવા અસમર્થ છે તેથી સંપૂર્ણ કરજની માફ આપો અથવા ત્વરીત પાક વીમો ચૂકવો, અન્યથા ખેડૂતોની ધીરજ ખુટશે તો નાછૂટકે ગાંધી ચિંધ્યા રાહે ગામડાબંધનું અહિંસક આંદોલન છેડાશે તો વહેલી તકે યુપી સરકારની માફક નિર્ણય લઇ કરજ માફીની જાહેરાત કરવા સાથે પાક વિમાનો કલેઇમ મંજુર કરી આપવા અંતમાં ભાગીયાએ વિનંતી કરી છે.

 (02:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS