Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મહાપ્રભુજી પ્રાગટય ઉત્‍સવ ઉજવાશે

વૈષ્‍ણવ સમાજ દ્વારા ગામે-ગામ, ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદ,મહા આરતી સહિતના કાર્યક્રમો

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મહાપ્રભુજી પ્રાગટય ઉત્‍સવ ઉજવાશે

   રાજકોટ તા.૨૧: કાલે તા.૨૨ને શનીવારે વૈષ્‍ણવ સમાજ દ્વારા મહાપ્રભુજી પ્રાગટય ઉત્‍સવ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમા ધામધુમથી ઉજવાશે.

   જે અંતર્ગત, શ્રીનાથજીની ઝાંખી,ધુન,ભજન,કિર્તન,મહા પ્રસાદ સહિતનુ ગામે ગામ આયોજન કરવામાં આવ્‍યુ છે.

   વાંકાનેર

   વાંકાનેરઃ શ્રીગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્‍ણ હવેલી ખાતે શ્રી ઠાકોરજીની અમીકૃપાથી વાંકાનેર સમસ્‍ત વૈષ્‍ણવ સમાજ દ્વારા આગામી તારીખ ૨૨ને શનિવારેના ‘‘શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનો (૫૪૦)ની પ્રાગટય ઉત્‍સવ'' ભક્‍તિ ભાવ પૂર્વક ઉજવાશે આજે રાત્રે ૯:૩૦ કલાકે પ્‍લેહાઉસ સામે ‘‘શ્રીનાથજી ઝાંખી''ની ભવ્‍ય કાર્યક્રમ રાખેલ છે જેમા ધોળપદ કીર્તન (ખંભાળીયાવાળા) આ કાર્યક્રમ સંગીતની શૈલી સાથે રજૂ કરશે

   શનિવારે સવારના ૬ કલાકે ‘‘પ્રભાતફેરી'' રાખેલ છે જે પ્રભાતફેરી શ્રી ગોવર્ધનનાથજી તથા શ્રીબાલ કૃષ્‍ણલાલજીની હવેલીથી નીકળી વાંકાનેર શહેરના મુખ્‍ય માર્ગો પર પરિભમ્રણકરી હવેલીએ પહોચશે.

   સવારના ૭-૧૫ કલાકે હવેલીમાં ‘‘ધ્‍વજવંદન'' થશે તેમજ સવારના ૭:૪૫ કલાકે હવેલીમાં ધ્‍વજવંદન'' થશે તેમજ સવારના ૭:૪૫ કલાકે ‘‘મંગલા દર્શન'' તેમજ સવારના ૧૦: કલાકે ‘‘પલના દર્શન'' તેમજ બપોરે ૧૨ કલાકે ‘‘તિલક દર્શન'' તેમજ સાંજના ૪ થી ૬ દરમ્‍યાન ‘‘સર્વોતમના પાઠ'' તેમજ સાંજના ૬:૩૦ કલાકે ‘‘શપન દર્શન'' તેમજ સાંજના ૭:૦૦ કલાકે ‘‘ધ્‍વજબંધ મનોરથ'' (મહાપ્રસાદ) રાખેલ છે આ બધા કાર્યક્રમો શ્રી ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્‍ણલાલજી હવેલી દરબાર ગઢ પાસે-વાંકાનેર ખાતે રાખેલ છે.

   મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી ના (૫૪૦માં) પ્રાગટય ઉત્‍સવમાં વાંકાનેર શહેરના સમસ્‍ત વૈષ્‍ણવ પરિવાર જનોને દરેક પ્રસંગોમાં સહપરિવાર પધારવા શ્રી ગોવર્ધનનાથજી તથા બાલકૃષ્‍ણલાલજી હવેલી-વાંકાનેર દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.

   મોરબી

   મોરબીઃ મહાપ્રભુજી બેઠક મોરબી ખાતે પુષ્‍ટિમાર્ગના પરમ આરાધ્‍ય વૈશ્નવાનર વિભુના ૫૪૦માં પ્રાગટય મહોત્‍સવ આનંદ,ઉલ્લાસ અને ભક્‍તિભાવથી ઉજવવામાં આવશે. સમગ્ર ભારતની બેઠકમાની એક એવી મોરબીની પ્રાચીન બેઠકજીમાં કાલે તા.૨૨ના ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ ધાર્મિક મહોત્‍સવ ઉજવાશે.

   મહાપ્રભુજી બેઠક ખાતેના મહોત્‍સવમાં મંગલા દર્શનની ઝાંખી સવારે ૭ કલાકે, શૃંગાર ઝાંખી સવારે ૮:૩૦ કલાકે, રાજભોગ દર્શનની ઝાંખી સવારે ૧૧:૩૦ કલાકે થશે તેમજ પ્રાગટય પર્વ નિમિતે ઝારીજી ચરણસ્‍પર્શ સવારે ૭:૧૫ કલાકેથી બપોરના ૧૨ કલાક સુધી થઇ શકશે. બપોરે ૩:૩૦ કલાકે નંદ મહોત્‍સવ તથા તિલક દર્શન સાંજે ૬:૩૦ કલાક સુધી તેમજ સાંજે ૬ કલાકે વરણાગી દરબાર ગઢથી નીકળી શ્રી મદન મોહનલાલજીની હવેલીએ જશે.તેમજ બે દિવસ શાસ્‍ત્રી બીપીનભાઇ વ્‍યાસના સત્‍સંગ સાંજે ૪:૩૦ થી સાંજે ૭ કલાક સુધી મદન મોહનલાલજીની હવેલી, મોરબી મધ્‍યે રાખવામાં આવેલ છે. તો સર્વે વૈષ્‍ણવ સમાજને આ પર્વમાં સહભાગી થવા તથા દર્શનનો લાભ લેવા જણાવ્‍યું છે.

   ઢાંક

   ઢાંકઃ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે મેદાન બજારમાં આવેલ શ્રી પુષ્‍ટી સંપ્રદાય વૈષ્‍ણવ હવેલી ખાતે ચૈત્ર વદી અગીપારસ તા.૨૨-૪ ને શનિવારના રોજ પુષ્‍ટિ પવર્તક અખંડ ભુમંડલા ચાર્ચ જગદગુરૂ શ્રીમદ વલ્લભચાર્ય મહાપ્રભુજીનો ૫૪૦મા પ્રાગટય ઉત્‍સવની ભવ્‍યાતિ ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવશે.

   સવારે ૯-૩૦ કલાકે પલના સવારે ૧૦ થી ૧૧ વાગ્‍યા સુધી નંદ મહોત્‍સવ-૧૧:૩૦ રાજભોગ અને તિલક-બપોર પછી ૩:૩૦ કલાકે મહાપ્રભુજીની વરણાંગી-શોભાયાત્રા નિકળશે માંડવી ચોક, લુહાર ચોક, પંચાયત ચોક, નવાપરા સહિત ઢાંકના વિવિધ વિસ્‍તારોમાં શોભાયાત્રા ફરશે.

   કાલે શનિવારે વલ્લભાચાર્યજીના ૫૪૦માં પ્રાગટય ઉત્‍સવની દિવ્‍ય અલોકિક અને ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે ઢાંક પુષ્‍ટી સંપ્રદાય વૈષ્‍ણવ હવેલીના મુખ્‍યાજી સતિશકુમાર પુરોહિત દ્વારા સર્વ વૈષ્‍ણવજનોને દર્શનનો લાભ લેવા જણાવ્‍યુ છે.

 (01:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS