Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

ધારાસભ્‍ય હુમલા પ્રકરણ : નીમાબેન આચાર્ય, ડીએસપી ઉપરાંત ૪ પોલીસ અધિકારીઓ વિરૂધ્‍ધ કોર્ટ ફરીયાદ

ભાજપના આંતરીક ડખ્‍ખાના કારણે પોલીસે તેમને અને છ સાથીદારોને ફસાવી દીધા : કોંગ્રેસના મહામંત્રીની ફરીયાદ : હુમલા પ્રકરણમાં ચર્ચાનું કેન્‍દ્ર બનેલા ભાજપના નેતા હકુભા જાડેજાના ગાંધીનગરમાં ધામા : રાજકીય માહોલ ગરમ

    ભુજ તા. ૨૧ : ભુજના ભાજપના ધારાસભ્‍ય નીમાબેન આચાર્ય ઉપરના હુમલાના બનાવે ફરી ચકચાર સર્જી છે. સાથે સાથે રાજકીય માહોલ ગરમ બનાવ્‍યો છે.

   આ પ્રકરણમાં પશ્ચિમ કચ્‍છ પોલીસે પકડેલા લોરીયાનાં ૭ આરોપીઓ વતી કોંગ્રેસના તાલુકા મહામંત્રી ખેતુભા શિવુભા જાડેજાએ ભુજની ચીફ કોર્ટમાં ધારાસભ્‍ય નીમાબેન આચાર્ય, ડીએસપી મકરંદ ચૌહાણ, ભુજ બી-ડીવીઝનના પી.આઇ. વી.કે.ખાંટ, પીએસઆઇ એમ.આર.પરમાર, સી.પી.વાઘેલા ઉપરાંત એલસીબી પીઆઇ વાય.બી.ગોહિલની વિરૂધ્‍ધ વિવિધ કલમો તળે ફરીયાદ નોંધાવી છે.

   જેમાં ધારાસભ્‍યને રાજી રાખવા ભાજપના આંતરિક ડખ્‍ખાને કારણે પોલીસે તેમને અને તેમના છ સાથીદારોને ફસાવી દીધા હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે છળથી બોલાવી, કાયદાનો ભંગ કરી તેમની અટકાયત કર્યા બાદ જામીન ન આપવાની કબુલાતો લખાવીને ખોટા પુરાવાઓ ઉભા કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

   ભુજના વરિષ્‍ઠ ધારાશાસ્ત્રી કે.ટી.ચૌધરી, વિજય પુષ્‍પદાન ગઢવી, નારૂભા વાઘેલા અને ધર્મેન્‍દ્ર જોશીએ આ ફીરયાદ કોર્ટમાં કરી છે. દરમિયાન ધારાસભ્‍ય નીમાબેન આચાર્યની ફરીયાદ અને હુમલા પ્રકરણમાં તેમના જ પક્ષ ભાજપના અગ્રણી હકુભા જાડેજાનું નામ ચર્ચામાં આવ્‍યું હતું અને તેમની સંડોવણી હોવાના તર્કવિતર્કો વહેતા થયા હતા.

   આ બધા વચ્‍ચે આ આખોયે મામલો ગાંધીનગરમાં પહોંચ્‍યો છે અને ત્‍યાં પણ ઘણા દિવસથી ચર્ચાઇ રહ્યો છે. ભાજપનાં નેતા હકુભા જાડેજાએ ગાંધીનગરમાં ધામા નાખ્‍યા છે.

   જ્‍યારે ધારાસભ્‍ય નીમાબેન આચાર્ય આ હુમલા પ્રકરણ સંદર્ભે મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ પણ ધા નાખી ચૂકયા છે. ફરીયાદ બાદ કોર્ટે તપાસ પોતા હસ્‍તક રાખી છે.

 (01:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS