Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

સૈનિક સ્‍કૂલ બાલાચડી દ્વારા પદગ્રહણ સમારોહ સંપન્ન

સૈનિક સ્‍કૂલ બાલાચડી દ્વારા પદગ્રહણ સમારોહ સંપન્ન

    જામનગર,: સૈનિક સ્‍કૂલ બાલાચડી દ્વારા શૈક્ષણિક વર્ષ ર૦૧૭-૧૮ માટેના પદગ્રહણ સમારોહનું આયોજન ર૦ એપ્રિલ ર૦૧૭ના રોજ સ્‍કૂલના મુખ્‍ય સભાખંડમાં કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે કોમોડોર ઇન્‍દ્રજીતદાસ ગુપ્તા, કમાન્‍ડિંગ ઓફિસર આઇ.એન.એસ. વાલસુરા હાજર રહ્યા હતા. મુખ્‍ય અતિથિ દ્વારા શૌર્યસ્‍થંભ - શહિદ સ્‍મારક ખાતે ફૂલહાર ચઢાવવામાં આવ્‍યો હતો અને ત્‍યાર બાદ સેન્‍ડ મોડેલ દ્વારા સ્‍કૂલ વિશે જાણકારી આપવામાં આવી હતી. સૈનિક સ્‍કૂલ બાલાચડીના પ્રિન્‍સિપલ કર્નલ એ. કે. શર્માએ મુખ્‍ય અતિથિ કોમોડોર ઇન્‍દ્રજીત દાસગુપ્તાનું સ્‍કૂલના મુખ્‍ય સભાખંડમાં સ્‍વાગત કર્યું અને ત્‍યારબાદ પસંદગી પામેલા સ્‍કૂલ કેપ્‍ટન સહિત શૈક્ષણિક, રમત-ગમત, સાંસ્‍કૃીતક અને છાત્રાલય વિભાગના કેપ્‍ટનોએ પદગ્રહણ કર્યું હતું. આ કેપ્‍ટનોની પસંદગી નિયમિતતા, શિસ્‍ત, નૈતિક મૂલ્‍યો, હકારાત્‍મક વલણ, રમત-ગમત પ્રવૃત્તિ, નેતૃત્‍વના ગુણ વગેરેના આધારે કરવામાં આવી હતી જેથી તેઓ સ્‍કૂલના અન્‍ય વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ બની શકે છે અને સ્‍કૂલની શૈક્ષણિક, શારીરિક અને સહઅભ્‍યાસિક પ્રવૃત્તિઓની કામગીરી સરળ બની શકે. મુખ્‍ય મહેમાનશ્રીએ નવા નિમણૂક પામેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્‍યા હતા. તેમણે વિદ્યાર્થીઓને નેતૃત્‍વના ગુણ વિકસાવવા અને આ સ્‍પર્ધાત્‍મક વિશ્વમાં લોકોની અપેક્ષા સંતોષી સફળતા હાંસલ કરવા જણાવ્‍યું હતું. તેમણે આ પ્રસંગે ઉપસ્‍થિત તમામ સ્‍ટાફને પણ અભિનંદન આપ્‍યા હતા. અંતે આભારવિધી અને નિમણૂંક પામેલા વિદ્યાર્થીઓના ગૃપ ફોટોગ્રાફ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્‍યુ તે પ્રસંગની તસ્‍વીર.

    

 (01:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS