Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

મેટોડા : ગોપાલ સ્‍નેકસના આંગણે જાથા દ્વારા ચમત્‍કારોથી ચેતો કાર્યક્રમ

મેટોડા : ગોપાલ સ્‍નેકસના આંગણે જાથા દ્વારા ચમત્‍કારોથી ચેતો કાર્યક્રમ

   

   રાજકોટ : લોધીકા તાલુકાના મેટોડા જી.આઇ.ડી.સી. વિસ્‍તારમાં આવેલ ગોપાલ સ્‍નેકસ પ્રા.લિ. ના આંગણે વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધ્‍ધા નિવારણ અર્થે ચમત્‍કારોથી  ચેતો' કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. ૧૨૦૦ મહિલા અને પુરૂષ કામદારોએ આ કાર્યક્રમ માણ્‍યો હતો. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્‍ધતીથી ઉદ્દઘાટન ગોપાલ નમકીનના માલીક પ્રફુલ્લભાઇ હદવાણીએ કરેલ. આ તકે ડે. મેયર દર્શીતાબેન શાહે કામદાર પરિવારોની દિકરીઓને રૂા. ર લાખ સુધીનો કરીયાવાર આપી બહુમાન કરેલ. આવુ કાર્ય કરી ગોપાલ સ્‍નેકસે સશષાીકરણ, મહીલા ઉત્‍કર્સના ભરેલ પગલાને બીરદાવ્‍યા હતા. માલિક બીપીનભાઇ હદાવાણીએ સ્‍વાગત પ્રવચન કરી કામદારોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓની ઝલક આપી હતી. ગોપાલ સ્‍નેકસના મેનેજીંગ ડીરેકટર અનિશભાઇ વાછાણીએ શ્રેષ્‍ઠ કામગીરી કરનાર કામદારોની નામાવલી જાહેર કરી સન્‍માન કર્યુ હતુ. ગોપાલ નમકીનના દક્ષાબેન હદવાણી, વિણાબેન હદવાણી, ભાવિતાબેન વાછાણી, વિરાજભાઇ વાછાણી, તમામ પ્રોડકશનના અધિકારીઓ, કર્મચારીઓ, કામદારો, શુભેચ્‍છકો ઉપસ્‍થિત રહ્યા હત. આ તકે વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ કામદારોને સંબોધતા જણાવેલ કે ધાર્મિક સ્‍થાનો બનાવવાથી માનવ જાત સુખી નહી થાય પણ રોજગારી, ઉદ્યોગો, શાળા, કોલેજ, આરોગ્‍ય, રમત ગમત ક્ષેત્રે નાણાનો સદ્દઉપયોગ થાય તે જરૂરી છે. વધુ પડતી ધાર્મિકતા નાગરીક ધર્મની આડે પણ આવે છે. વારંવાર જાહેર માર્ગો રોકીને ત્‍યાં શોભાયાત્રાઓ કાઢવી, રસ્‍તા બંધ કરી ઉત્‍સવો ઉજવવા, વિજયળીના વાયર ભેગા કરી ઉત્‍સવો માટે ડાયરેકટ વિજળી મેળવવી આ બધુ વ્‍યર્થ છે. ખરેખર તો માનવકેન્‍દ્રી માનવવાદ અપનાવવો જોઇએ. માનવ ધર્મ રાષ્‍ટ્રીય ધર્મને અનુસરવા જાથાના જયંત પંડયાએ અપીલ કરી ફેંગશુઇ, વાસ્‍તુશાષા, જયોતિષશાષાને અવૈજ્ઞાનિક, ભ્રામક ગણાવી આવી વસ્‍તુઓમાં ન પડવા સલાહ આપી હતી. વિજ્ઞાન જાથાની ટીમના સદસ્‍યોએ વૈજ્ઞાનિક ચમત્‍કારીક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્‍મ નીકળવું, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, હાથ-માથા ઉપર દીવા રાખવા, મનગમતી મીઠાઇ ખવડાવવી વગેરે પ્રયોગોનું નિદર્શન કરેલ. જાથાના ઉમેશ રાવ, આકાશ પંડયા, વિનુભાઇ ઉપાધ્‍યાય, દિનેશભાઇ હુંબલ, અંકલેશ ગોહિલ, પ્રભાતભાઇ ડાંગર, અશ્‍વિન કુગશીયા, નિર્મળભાઇ મેત્રાએ આ પ્રત્‍યક્ષ નિદર્શનમાં ભાગ લીધો હતો. આવા જનજાગૃતિ કાર્યક્રમો ગોઠવવા મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

    

   

   

 (12:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS