Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

ભાવનગરમાં કાર ચાલકે એકટીવાને ઉલાળ્‍યું: વણિક દંપતિ, માસુમ પૂત્રીને ઇજા

વાઘાવાડી રોડ ઉપર રાત્રે બનાવઃ હિરેનભાઇ શાહ સહિત ત્રણેય સારવાર હેઠળ : બેકાબુ કારે અન્‍ય એક બાઇકને પણ ઉલાળ્‍યાની

ભાવનગરમાં કાર ચાલકે એકટીવાને ઉલાળ્‍યું: વણિક દંપતિ, માસુમ પૂત્રીને ઇજા

   ચર્ચા

   ઇજાગ્રસ્‍ત દંપતિ, રડતી માસુમ પુત્રી તથા માતેલા સાંઢની માફક ધસી આવી એકટીવાને ઉલાળનાર કાર દર્શાય છે. (તસ્‍વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

   ભાવનગર તા. ર૧ : અત્રેના વાઘાવાડી રોડ પર ગત રાત્રીના પુરપાટ ઝડપે જઇ રહેલી કારના ચાલકે એકટીવા હડફેટે લેતા પહોંચી હતી.

   વિગત મુજબ વાઘાવાડી રોડ પર પાણીની ટાંકી તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી સ્‍વીફટ કારના ચાલકે એકટીવાને ઠોકરે ચડાવતા ડોન વિસ્‍તારમાં રહેતા વણિક હિરેનભાઇ નીતીનભાઇ શાહ તથા તેના દિપલબેન અને માસુમ પુત્રી ખુશી ફંગોળાઇને નીચે પડી જતા ત્રણેયને ઇજા થતા સારવાર અર્થે હોસ્‍પીટલે ખસેડાયા હતા.

   આ ઘટનાના પગલે બનાવ સ્‍થળે લોકોનું ટોળુ એકઠુ થઇ જતા થોડીવાર ટ્રાફીક જામ પણ થઇ જવા પામ્‍યો હતો.

   વધુમાં જાણવા મળ્‍યાનુસાર કાર ચાલકે આગળ પણ એક બાઇને હડફેટે લીધું હતું આ અંગે નિલમબાગ પોલીસે ગુન્‍હો નોંધી તપાસ આગળ ધપાવી હતી.

 (12:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS