Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

લેણદારો વધી જતા જયેશ પટેલે ભોપાલના વ્‍યકિત પાસેથી દેશી પિસ્‍તોલ ખરીદી'તી

મોરબીના કડવા પટેલ વેપારીના હત્‍યા કેસમાં પટેલ શખ્‍સ ર૬મી સુધી રીમાન્‍ડ પર

   મોરબી, તા. ર૧ : મોરબીના કડવા પટેલ વેપારીના હત્‍યા કેસમાં પકડાયેલ આારોપીને કોર્ટે રીમાન્‍ડ પર સોંપવા હુકમ કર્યો હતો. પોલીસે તેની પાસેથી દેશી પિસ્‍તોલ અને તુટેલા કાર્ટીસ કબ્‍જે કર્યા છે. લેણદારો વધી જતા આ પિસ્‍તોલ ભોપાલના વ્‍યકિત પાસેથી ખરીદ કર્યાની કબુલાત આપી છે.

   મળતી વિગતો મુજબ મોરબીના જુના પીપળી ગામના રહેવાસી અને મહેન્‍દ્રનગર નજીક સિરામીક ટ્રેડીંગનો વ્‍યવસાય કરતા ચંદ્રકાંતભાઇ જેઠલોજાના અપહરણ બાદ તેની હત્‍યા કરવાના ગુન્‍હામાં એલસીબી ટીમે આરોપી જયેશ ઉર્ફે બાબુ શામજી કાસુન્‍દ્રાને શંકાના આધારે એમપીથી દબોચી લઇને મોરબી લાવ્‍યા બાદ આકરી પૂછપરછ કરતા તેને ચાર લાખની ઉઘરાણી મામલે વેપારી ચંદ્રકાંત જેઠલોજાને આમરણ નજીકની બંધ જીન મિલમાં ગોળીઓ ધરબી હત્‍યા કરી હોવાની કબુલાત આપી અને આરોપીને તાલુકા પોલીસને સોંપતા હત્‍યામાં વપરાયેલી દેશી પિસ્‍તોલ અને કાર્ટીસ કબ્‍જે કરવામાં આવ્‍યા હતાં તેમજ આરોપીને કોર્ટમાં રીમાન્‍ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા તેને આગામી તા. ર૬ સુધીના પોલીસ રીમાન્‍ડ પર સોંપવાનો કોર્ટે હુકમ કર્યો હતો.  પોલીસ પૂછતાછમાં જયેશ પટેલે એવી કેફીયત આપી હતી કે લેણદારો વધી જતા ૬થી ૮ મહિના પૂર્વે ભોપાલના એક વ્‍યકિત પાસેથી દેશી પિસ્‍તોલ ખરીદી હતી. તાલુકા પોલીસની ટીમ હથીયાર આપનાર શખ્‍સની શોધખોળ માટે ભોપાલ જનાર છે વધુ તપાસ મોરબી તાલુકાના પીએસઆઇ શ્રી  ગઢવી ચલાવી રહ્યા છે.

 (12:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS