Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

દેશનાં કરોડો લોકોની અયોધ્‍યામાં શ્રીરામ મંદિર બને તેવી ઇચ્‍છા : ભરત પંડયા

દેશનાં કરોડો લોકોની અયોધ્‍યામાં શ્રીરામ મંદિર બને તેવી ઇચ્‍છા :  ભરત પંડયા

      વેરાવળ, તા. ર૧: ભાજપ પ્રવકતા ભરતભાઇ પંડયાએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું કે અયોધ્‍યામાં શ્રી રામ મંદિર બને તેવું દેશના કરોડો લોકો તે ઇચ્‍છી રહ્યા છે.  પત્રકારોએ પ્રશ્ને પુછેલ કે ભાજપમાં કોઇ નેતાઓનો હોવાથી પ્રધાનમંત્રીને ગુજરાતનો ચહેરો બનાવાય છે તેના જવાબમાં તેને જણાવેલ હતું કે પ્રજા સાથે ઘર જેવો વ્‍યવહાર શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અને શ્રી અમિતભાઇ શાહને છે ગુજરાત સાથે પારીવારિક નાતો જોડાયેલ છે અને બન્ને નેતાઓ આવે જાય તો તેનાથી કોંગ્રેસ ગભરાવવાની જરૂર નથી. કોંગ્રેસ હતાસ છે અને ફકત ખોટા આક્ષેપો કરે છે કોંગ્રેસ ફકત નેતાઓનીછ પાર્ટી છે ગુજરાતમાં કોંગ્રેસ પાસે કોઇ ચહેરો નથી આતરીક જુથબંધી છે ભાજપ આજે વિશ્વની નં. ૧ પાર્ટી છે અને ગુજરાતમાં સૌથી વધારે સભ્‍યો ધરાવે છે. લોકસભામાં ભાજપ ર૬ સીટો ભાજપને મળશે કારણ કે મોદીનો પ્રભાવ વધેલ છે.

      ઉના દલીતકાંડ ભુલાય જાય તે માટે કારોબારી રાખેલ છે તેના જવાબમાં ભરતભાઇ પંડયાએ જણાવેલ કે સોમનાથ આસ્‍થાનું પ્રતિક છે અને ભાજપ દરેક સ્‍થળોએ કારોબારી કરે છે.

       

 (12:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS