Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

સોમનાથ મહાદેવને ધ્‍વજારોહણ : ભાજપ કારોબારીનો પ્રારંભ

પ્રથમ દિવસે બપોર બાદ જીતુભાઇ વાઘાણીની અધ્‍યક્ષતામાં બેઠક : સમગ્ર સોમનાથ-પ્રભાસપાટણ-વેરાવળ ભાજપમય

સોમનાથ મહાદેવને ધ્‍વજારોહણ : ભાજપ કારોબારીનો પ્રારંભ

   વેરાવળ : આજે બપોર બાદ પ્રદેશ ભાજપની સોમનાથ મહાદેવના સાંનિધ્‍યમાં કારોબારીનો પ્રારંભ થનાર છે. પ્રથમ તસ્‍વીરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને ભીખુભાઇ દસલાણીયાનું સ્‍વાગત કરતા ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ તથા પત્રકાર પરિષદ સંબોધતા ભરતભાઇ પંડયા અને એ.સી. ડોમ નજરે પડે છે. (તસ્‍વીર : દિપક કક્કડ-વેરાવળ)

   વેરાવળ, તા. ર૧ : આજથી શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્‍યમાં ભાજપ પ્રદેશની કારોબારી બેઠક યોજાશે. આજે સવારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અધ્‍યક્ષતામાં સવારે ભાજપના મંત્રીઓ, હોદ્દેદારોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, પૂજન, અર્ચન, ધ્‍વજારોહણ કરીને ધન્‍યતા અનુભવી હતી.

   ત્‍યારબાદ આજે બપોરે રઃ૩૦ વાગ્‍યે જીતુભાઇ વાઘાણીના અધ્‍યક્ષતામાં કારોબારી બેઠકનો પ્રારંભ થશે.

   ત્‍યારબાદ સાંજે રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સોમનાથમાં આગમન થશે અને રાત્રી રોકાણ સોમનાથમાં કરશે. કાલે બપોરે ૧૧:૩૦ વાગ્‍યે પ્રદેશ કારોબારી બેઠકમાં રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી અમિતભાઇ શાહ અને મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સંબોધન કરશે.

   કાલે ભાજપના પ્રવકતા ભરતભાઇ પંડયાએ પત્રકારોને જણાવેલ હતું કે જીતુભાઇ વાઘાણી સહિતના નેતાઓ સોમનાથ આવી પહોંચેલ છે. પ્રદેશ જીલ્લા પ્રભારીની મીટીંગ શરૂઆત કરેલ તેમાં ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ ઝવેરીભાઇ ઠકરારે પ્રદેશ પ્રમુખ વાઘાણીનું ફુલહારથી સ્‍વાગત કરેલ હતું તેમજ દીપ પ્રાગટય કરી આ કારોબારીને ખુલ્લી મૂકાયેલ. વડાપ્રધાન મોદી, મુખ્‍યમંત્રી રૂપાણીને અભિનંદન કરવામાં આવશે તેમજ ગુજરાતમાં ૧પ૦ પ્‍લસ બેઠકોનો વિજય સંકલ્‍પ કરવામાં આવશે તેમજ યુ.પી.ના નાયબ મુખ્‍યમંત્રી દિનેશ શર્મા તેમજ ગુજરાતના પ્રભારી ભૂપેન્‍દ્ર યાદવનું સન્‍માન કરવામાં આવશે.

   દરિયા કિનારે એ.સી. ડોમ બનાવવામાં આવેલ તેને પંડીત દીનદયાલ નગર રહેણાંકને શ્‍યામ પ્રસાદ નગર, અટલ નગર, સુર્યકાંત આચાર્ય નગર નામ આપવામાં આવેલ છે તેવું જણાવેલ હતું. સોમનાથ બાય પાસ તેમજ ત્રિવેણી ઘાટથી સાગર દર્શન સુધી ધ્‍વજા-પતાકા બેનરો રોશની કરવામાં આવેલ છે અને સમગ્ર સોમનાથ પ્રભાસપાટણ વેરાવળ ભાજપમય બન્‍યું છે.

   

 (12:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS