Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

વિજયભાઇ રૂપાણીનું સાંજે આગમનઃ લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શોનુ ઉદ્‌ઘાટનઃ કાલે સ્‍વચ્‍છતાનો લોગો-વેબસાઇટ લોન્‍ચ કરાશે

વિજયભાઇ રૂપાણીનું સાંજે આગમનઃ લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શોનુ ઉદ્‌ઘાટનઃ કાલે સ્‍વચ્‍છતાનો લોગો-વેબસાઇટ લોન્‍ચ કરાશે

      પ્રભાસપાટણ-વેરાવળ તા.૨૧: અરબી સમૃદ્ર તટે સ્‍થિત ભારતવર્ષના આસ્‍થા કેન્‍દ્ર સોમનાથ મંદીરના ભવ્‍ય ઐતિહાસીક સાંસ્‍કૃતિક વિરાસતને ઉજાગર કરતા લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શોનો મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે પ્રારંભ કરાવશે.

      વધુને વધુ ભવ્‍યતા ધારણ કરતા સોમનાથ મંદીરે વર્ષ ૨૦૧૬-૧૭માં ૫૦ લાખથી વધુ ભાવિકજનોએ દર્શન-પૂજનનો લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી સોમનાથ મંદીરની ભવ્‍યતાને નીખારતા ‘‘ખુશ્‍બુ ગુજરાત કી-કેમ્‍પેઇન અંતર્ગત ગુજરાતના બ્રાન્‍ડ એમ્‍બેસેડર આ સદીના મહાનાયક અમિતાભ બચ્‍ચનના વોઇસમાં નવીન લાઇટ એન્‍ડ શો તૈયાર કરવામાં આવેલ છે.

      પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરના ઇતિહાસ અને ઐતિહાસીક સંસ્‍કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્‍ય સરકારે નવિન અત્‍યાધુનિક લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો તૈયાર કરાવેલ છે. આ અગાઉ વર્ષ ૨૦૦૩મં ઓમ પુરીનાં અવાજમાં લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો કાર્યરત હતો. જે બંધ થતા ‘‘ખુશ્‍બુ ગુજરાત કી કેમ્‍પેઇન અંતર્ગત આ લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો તૈયાર કરવામાં આવેલ છે.

      અંગ્રેજી અને હિન્‍દી એમ બે ભાષામાં સ્‍પેશિયલ ઇફેકટ સાથે તૈયાર થયેલ આ શો માં ૩ ડી પ્રોજેકસન મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ અને પ્રોગ્રામાંગ અત્‍યાધુનિક કંટ્રોલરૂપ, આધુનિક કેબલ ટ્રે.ટ્રેન્‍ચની કામગીરી ૨૦૦ લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શોનો સમય ૩૫ મિનિટસ રાખવામાં આવેલ છે.

      આ પ્રસંગે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મંત્રીમંડળના સભ્‍યો અધિકારીઓ-પદાધિકારીઓ સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીશ્રીઓ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ ખાસ ઉપસ્‍થિત રહેશે.

      ગુજરાતના યાત્રાધામોમાં વિશેષ સ્‍વચ્‍છતા જાળવવી એ રાજ્‍ય સરકારની પ્રાથમિકતા રહી છે. યાત્રાધામો સાથે જન-જન સુધી સ્‍વચ્‍છતા-સફાઇનો સંદેશો ગુંજતો કરવા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સોમનાથના સાનિધ્‍યથી સ્‍વચ્‍છતાનો ખાસ તૈયાર કરાયેલ લોગો અને યાત્રાધામ બોર્ડની અધતન કરાયેલ વેબસાઇટ કાલે તા.૨૨ ના સવારે ૮-૩૦ કલાકે લોન્‍ચ કરશે.

      નાયબ મુખ્‍યમંત્રશ્રી નીતીનભાઇ પટેલ, યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોર, રાજ્‍યમંત્રીશ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી અને અન્‍ય મંત્રીશ્રીઓ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં લોગોના અનાવરણ બાદ સોમનાથ પરિસરનાં ૧.૮૬ લાખ ચો.મીટર જેટલા વિસ્‍તારને આવરી લઇ સ્‍વચ્‍છતાની કામગીરીનો પણ પ્રારંભ કરાવશે.

      અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરતા મહત્‍વની યાત્રાધામોમાં ૨૪ કલાક સ્‍વચ્‍છતા જળવાઇ રહે જેને લીધે દેશ-વિદેશમાંથી આવતા યાત્રાળુઓ સારી ઇમેજ લઇને જવા સાથે યાત્રાળુઓની સંખ્‍યામાં ઉત્તરોતર વધારો થાય છે. જે સ્‍થાનિક લોકો માટે વિશેષ રીતે રોજગારી માધ્‍યમ બને છે પ્રથમ તબક્કે ખાનગી એજન્‍સીને  એક વર્ષ માટે સ્‍વચ્‍છતાથી કામગીરી સોંપાયેલ છે. થર્ડ પાર્ટી ઇન્‍પેકશન બાદ સફાઇ અને સ્‍વચ્‍છતાથી ગુણવતા જળવાશે તો વધુ સમય કામગીરી સોંપાશે.

      આ પ્રસંગે પાંચ હજારથી વધુ ઉપસ્‍થિત મેદની સાથે મુખ્‍યમંત્રીશ્રી અને નાયબ મુખ્‍યમંત્રીશ્રી અને મહાનુભાવો સ્‍વચ્‍છતાનો સંકલ્‍પ લઇ સોમનાથના સાનીધ્‍યથી સ્‍વચ્‍છતાનો સંદેશો જન-જન સુધી ગુંજતો કરશે.

      જિલ્લા કલેકટર ડો.અજયકુમારના માર્ગદર્શન તળે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તમામ કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજે જિલ્લા કલેકટરશ્રી સાથે વહિવટીતંત્રા અધિકારીઓ સોમનાથ મંદીર પરિસર તથા તમામ કાર્યક્‍મ સ્‍થળોની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

       

       

 (12:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS