Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

પડધરીમાં જમીનના ડખ્ખામાં રજપૂત પરિવારો વચ્ચે સશસ્ત્ર ધમાલઃ ૭ને ઇજા

એકાદ કરોડની કિંમતની જમીન મામલે ચૌહાણ અને ચાવડા પરિવાર વચ્ચે મનદુઃખ ચાલે છે

પડધરીમાં જમીનના ડખ્ખામાં રજપૂત પરિવારો વચ્ચે સશસ્ત્ર ધમાલઃ ૭ને ઇજા

   મારામારીમાં ઘાયલ થયેલા બંને પરિવારના લોકોને રાજકોટ ખસેડાયા છે

   રાજકોટ તા.૨૧: પડધરીમાં રજપૂત પરિવારો વચ્ચે જમીનના જુના ઝઘડાને કારણે રાત્રે ધોકા-પાઇપ-છરીથી મારામારી થતાં સાતને ઇજા થઇ હતી.

   પડધરી સિવિલ હોસ્પિટલ સામે તેજાભાઇ પાર્કમાં રહેતાં બ્રિજેશ ઉમેદભાઇ ચૌહાણ (ઉ.૨૫) નામના રજપૂત યુવાન તથા તેના નાના ભાઇ આકાશ ઉમેદભાઇ (ઉ.૨૨), પિતા ઉમેદભાઇ નારણભાઇ (ઉ.૫૨), પિત્રાઇ રાજેશ તુલસીભાઇ (ઉ.૩૦) તથા માતા સુમિતાબેન ઉમેદભાઇ (ઉ.૫૦) પર તેના દુરના કુટુંબીઓ ચંદુભાઇ પ્રાગજીભાઇ ચાવડા, યોગેશ ચંદુભાઇ, જયેશ ચંદુભાઇ, વિશાલ, રક્ષાબેન, જીજ્ઞા, એકતા સહિતનાએ રાત્રે ધોકા-પાઇપથી હુમલો કરી ઇજા કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. જેમાં બ્રિજેશ, રાજેશ, આકાશ અને ઉમેદભાઇને દાખલ કરાયા હતાં. વિજય અને સુમિતાબેને પ્રાથમિક સારવાર લીધી હતી.

   બ્રિજેશના કહેવા મુજબ પડધરી દરવાજે એકાદ કરોડની જમીન આવેલી છે. તેના ભાગ મામલે કોર્ટમાં કેસ ચાલે છે. ચંદુભાઇને ભાગ આપવો ન હોઇ માથાકુટ કરી હુમલો કર્યો હતો.

   સામા પક્ષે વિશાલ કિશોરભાઇ ચાવડા (ઉ.૩૦) પણ પોતાના પર વિજય ચૌહાણ, ઉમેદ ચૌહાણ, કાળુ ચૌહાણ, આકાશ, બ્રિજેશ, સુમીબેન સહિતે લાકડી-પાઇપથી હુમલો કરી માર માર્યાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલમાં દાખલ થયો હતો. વિશાલના કહેવા મુજબ જમીનનો જે કેસ ચાલે છે તેમાં હવે ચુકાદો અમારી તરફેણમાં આવવાની તૈયારી છે એ કારણે ચૌહાણ પરિવારના લોકોને ન ગમતાં હુમલો કર્યો હતો. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 (10:31 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS