Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

જેતલસરનાં અંડરબ્રિજની તમામ લાઇટો એક મહિનાથી બંધઃ અકસ્માતનો ભય

તાલુકા પંચાયત સદસ્યા કિરણબેન ભુવાની રજૂઆત

   (કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા. ૨૧: જેતલસર ગામે બસસ્ટેન્ડ પર બનાવાયેલ ઓવર-અંડર બ્રિજ પરની તમામ લાઈટો છેલ્લા એક મહિના થયા બંધ હોય, તાકીદે ચાલુ કરાવી સંભવત અકસ્માતો રોકવા રજૂઆતો કરવામાં આવી છે.  જેતલસર સ્થિત જેતપુર તાલુકા પંચાયત સદસ્યા કિરણબેન સુરેશભાઈ ભુવાએ નેશનલ હાઇવે ઓથોરિટી, જેતપુરના મામલતદાર અને ટીડીઓ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેકટર અને જેતપુરના ડીવાયએસપીને લેખિત રજૂઆતો કરી જણાવ્યું છે કે જેતલસર ગામે બનાવાયેલ ઓવર-અંદર બ્રિજમાં શરૂઆતમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ સોડિયમ લાઈટો ફિટ કરતા જેતલસરનું બસસ્ટેન્ડ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.

   પણ 'ચાર દિનકી ચાંદની, ફિર અંધેરી રાત' જેવી કહેવત મુજબ થોડો સમય ચાલુ રહેલી આ પુલ પરની લાઈટો છેલ્લા એક મહિના થયા બંધ હોય, જેતલસરનું બસસ્ટેન્ડ અકસ્માત ઝોનમાં ફેરવાઈ ગયાની રાહદારીઓ અને વાહનચાલકોમાં દહેશત ફેલાઈ છે.

   રજૂઆત કરનારનો આક્ષેપ છે કે આ બાબતે અવારનવારની રજૂઆતો પછી પણ તંત્ર આ પ્રશ્ન હલ કરવા આંખ આડા કાન કરતુ હોય, ગામના મહિલા વર્ગમાં, વહેલી સવારે અને મોડી રાત્રીના આવન જાવન કરતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભય ફેલાયો છે. આ બાબતે તંત્રએ તાકીદે દ્યટતું કરવું જરૂરી હોવાનું અરજદારની માંગ છે.જેતલસર  કિરણબેન ભુવાએ રજુઆતમાં એક એવી વાત પણ દોહરાવી છે કે, જેતલસરના ઓવર-અંડર બ્રિજની બંને બાજુ, સર્વિસ રોડ પર નેશનલ હાઇવે તંત્રએ બનાવેલા સ્પીડબ્રેકર ઉપર ચેતવણી દર્શક રિફ્લેકટર મુકયા ના હોય, આ રોડ પરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકો રોજબરોજ અકસ્માતોનો ભોગ બની રહ્યાં છે. તંત્રએ આ સમસ્યા પણ હલ કરવા માંગ કરાઈ છે.જેતલસર :સંબંધિત સત્ત્ાધીશોને પુલની બંધ લાઈટો બાબતે રજૂઆત કરનાર જે.તા.પં.સદસ્યા કિરણબેન ભુવાએ રજુઆતના અંતમાં એવી ચીમકી પણ ઉચ્ચાંરી છે કે બંધ લાઇટોના હિસાબે ભયંકર ગાઢ અંધારામાં ફેરવાઈ ગયેલા જેતલસરના બસસ્ટેન્ડને પુનઃ ઝળહળતું કરવા નેશનલ હાઇવે ઓથોરિટી તંત્ર નહિ જાગે તો ગ્રામજનોને સાથે રાખીને આંદોલન છેડાશે. (૨૫.૬)

 (10:21 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS