Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

ધોરાજીમાં આડેધડ ખોદકામના કારણે લોકો હેરાન - પરેશાન

ધોરાજીમાં આડેધડ ખોદકામના કારણે લોકો હેરાન - પરેશાન

      ધોરાજી તા. ૨૧ : નગરપાલિકા દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં રોડ - રસ્તાના કામો માટે ખોદકામ હાથ ધરાયું છે. જે આયોજન વગર અને અણધડ રીતે થતું હોવાની લોક ફરીયાદો ઉઠવા પામી છે.

      પાલિકા દ્વારા શરૂ કરાયેલ કામોમાં એકી સાથે ૫૦૦થી ૧૦૦૦ મીટર રોડ એકીસાથે ખોદી નાખવામાં આવે છે અને એ ખોદેલો રોડ એ જ અવસ્થામાં ૮-૮ દિવસ વિતવા છતાં આગળ કામ ધપતું નથી. ગોકળકાય સમાન ચાલી રહેલા કામથી લોકો ત્રસ્ત બન્યા છે.

      એડવોકેટ અને જાગૃત નાગરિક સમિતિનાં ચંદુભાઇ પટેલએ જણાવેલ કે પાલિકા દ્વારા હાથ ધરાયેલ રોડ રસ્તાના કામોસામે શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી લોક ફરીયાદો અમોને મળી રહી છે જે લોક ફરીયાદો અને લોક રજૂઆતની અરજીઓને પુરાવા સાથે કોર્ટ સમક્ષ રજુ કરાશે.(૨૧.૫)

       

       

 (09:08 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS