Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

અમરેલીમાં પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે જન ઔષધિ સ્ટોરનો પ્રારંભ : વી.વી.વઘાસીયાની ઉપસ્થિતિ

અમરેલીમાં પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે જન ઔષધિ સ્ટોરનો પ્રારંભ : વી.વી.વઘાસીયાની ઉપસ્થિતિ

   કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી પરષોત્ત્મભાઇ રૂપાલાએ અમરેલી શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં તેમજ સિવિલ હોસ્પિટલ સામે દીનદયાળ-પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો પ્રારંભ કરાવ્યો હતો. કૃષિમંત્રી પરષોત્ત્મભાઇ રૂપાલાએ દીપપ્રાગટ્ય કર્યુ હતુ. પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. મંત્રીશ્રી રૂપાલાએ સિવિલ હોસ્પિટલ સામે નવા શરૂ થયેલા જન ઔષધ સ્ટોરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સાસંદ નારણભાઇ કાછડીયા, કલેકટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજીતકુમાર, આરોગ્ય અધિકારી ડો. સિંઘ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શરદભાઇ લાખાણી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અશ્વિનભાઇ સાવલીયા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર, કૌશિકભાઇ વેકરીયા, દિનેશભાઇ પોપટ, દિપક વઘાસીયા, મનસુખભાઇ રૈયાણી, રામભાઇ સાનેપરા, ચતુરભાઇ ખૂંટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

   કૃષિ રાજયમંત્રી વી.વી. વઘાસીયાએ અમરેલી શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દીનદયાળ-પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્ત્મભાઇ રૂપાલાએ અમરેલી શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દીનદયાળ-પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બાગાયત અધિકારીશ્રી નારોલા, કમલેશભાઇ સોલંકી, રિતેષભાઇ સોની તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૩)

 (09:07 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS