Samachar Rajkot

News of Friday, 21st April, 2017

શનિ - રવિ ‘‘કલાનો થનગનાટ વીથ ફન ફીએસ્‍ટા - ૨૦૧૭''

શનિ - રવિ ‘‘કલાનો થનગનાટ  વીથ ફન ફીએસ્‍ટા - ૨૦૧૭''

   રાજકોટ,તા.૨૧ : શ્રી મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ અને લાલ બહાદુર શાસ્રી કેળવણી મંડળ હેઠળ શહેરમાં બાલમંદિરથી માંડીને કોલેજ સુધીની સંસ્‍થાઓ આવેલી છે. જેમાં આર્ટસ - કોમર્સ કોલેજ, બી.બી.એ, બીસીએ, બી.એડ. કોમ્‍પ્‍યૂટર તેમજ એન્‍જીનીયરીંગ કોલેજમાં નજીવી ધોરણે સામાન્‍ય અને ગરીબ વિદ્યાર્થીઓને વગર ડોનેશન તેમજ મેરીટ મુજબ એડમીશન આપવામાં આવે છે.

   લાલબહાદુર શાસ્રી કેળવણી મંડળ ટ્રસ્‍ટમાં શ્રી જગદગુરૂ પ્રા. શાળાની સ્‍થાપના થઇ. શાળામાં વિદ્યાર્થીઓનો શારીરિક તેમજ માનસિક વિકાસ થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે. જે અંતર્ગત ‘‘કલાનો થનગનાટ વીથ ફીએસ્‍ટા''નું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે ‘‘ગેટ ટુ ગેધર''નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. તેમજ ફનફેરનું પણ આયોજન કરવામાં આવેલ છે. જે કાલે તા.૨૨ને શનિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે અને તા.૨૩ને રવિવારે સવારે ૧૦ થી રાત્રીના ૧૧ સુધી નભેરામ પાનાચંદ મહેતા, મેમોરીયલ હોલ, બાલભવન, રેસકોર્ષ ખાતે યોજાશે. આ કાર્યક્રમ મનસુખભાઇ જોષી (મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી લાલબહાદુર શાસ્રી કેળવણી મંડળ)ની અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે.

   આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે અનુપમસિંહ ગેહલોત (પોલીસ કમિશનર), ડો. અલ્‍પનાબેન ત્રિવેદી (ટ્રસ્‍ટી લાલબહાદુર શાસ્રી કેળવણી મંડળ), ગાયત્રીબા વાઘેલા (કોર્પોરેટર રાજકોટ મહાનગર પાલિકા), જનાર્દનભાઇ પંડયા (ભારત સેવક સમાજ), નરેન્‍દરસિંહ જાડેજા (જીવન કોમ. કો. ઓ. બેંક) તથા પરસોતમભાઇ પીપળીયા (સી.ઇ.ઓ આર.સી.સી. બેંક) હાજર રહેશે.

 (04:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS