Samachar Rajkot

News of Friday, 21st April, 2017

ભાજપની કિન્નાખોરીને કારણે જેલવાસ ભોગવવો પડયોઃ નિર્મળ મારૂનો આક્ષેપ

ભાજપની કિન્નાખોરીને કારણે જેલવાસ ભોગવવો પડયોઃ નિર્મળ મારૂનો આક્ષેપ

   રાજકોટઃ કોંગ્રેસના કોર્પોરેટર નિર્મળભાઇ (નિલેશ) મારૂએ એક નિવેદનમાં આક્ષેપો કરતા જણાવ્‍યું હતું કે પ્રાથમિક સુવિધાના પ્રશ્નોની રજુઆતો નહી સાંભળનાર અધિકારી સાથે બોલાચાલી થવાની ઘટનામાં શાશકપક્ષ ભાજપ દ્વારા રાજકિય કિન્નાખોરીથી ખોટી ફરીયાદ કરી અને તેના કારણે પાંચ દિવસનો જેલવાસ ભોગવવો પડયો આ તકે નિર્મળભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે પ્રજના હિત અને લોક કલ્‍યાણ માટે મોરચો ભાજપ સરકાર સામે લડી અને જેલવાસ ભોગવવા તૈયાર જ છે અને આવનારા દિવસોમાં આ કિન્નાખોરીનું પરિણામ ભોગવવા માટે ભાજપ પણ તૈયાર રહે તેવી ચિમકી તેઓએ ઉચ્‍ચારી છે કેમ કે વોર્ડ નં. ૧૮ના પ્રજા કોર્પોરેટરો નિર્મળભાઇ મારૂ, જેન્‍તીભાઇ બુટાણી, મેનાબેન જાદવ, ધર્મિષ્‍ઠાબા જાડેજાની સાથેજ છે તેમ તેઓએ જણાવ્‍યું હતું તસ્‍વીરમાં કોર્પોરેટ નિર્મળભાઇ મારૂ તથા તેમની સાથે જેન્‍તીભાઇ બુટાણી, મયુરસિંહ જાડેજા તથા સમર્થકો દર્શાય છે. (તસ્‍વીર સંદીપ બગથરીયા)

 (04:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS