Samachar Rajkot

News of Friday, 21st April, 2017

પરશુ બ્રહ્મ મહિલા સમીતીની રચનાઃ શનિવારે વેશભૂષા કાર્યક્રમ

ભગવાન પરશુરામ જન્‍મોત્‍સવ સમીતી દ્વારા

પરશુ બ્રહ્મ મહિલા સમીતીની રચનાઃ શનિવારે વેશભૂષા કાર્યક્રમ

   રાજકોટ,તા.૨૧: શ્રી રેણુકા દેવી અને સ્‍પતઋષી માના એક ઋષી શ્રી જયમદગ્નીના ખોળે જન્‍મેલા વિષ્‍ણુના સાતમા અવતાર ‘શ્રી પરશુરામ' એવા રામ જે પરશુ સાથે રાખે છે. તેમની જન્‍મ જયંતિ નિમિતે ત્રિકોણ બાગ ખાતે સર્વ બ્રહ્મ ભાઇઓ તથા દરેક જ્ઞાતિ સાથે મળીને આરતીનો લાહવો લે છે.

   દરરોજ સાંજે ૮ કલાકે ત્રિકોણ બાગ ખાતે આરતીનું આયોજન કરેલ છે. પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિના કન્‍વીનર મોનીશ જોષી દ્વારા પ્રથમ વખત આયોજીત મહિલા સમીતી પરશુ બ્રહ્મા મહિલા સમિતિ, પૂ. હિરલ બલભદ્ર, માહિ પંડયા, કિરણબેન ખીર, કિરણ પંડયા, જીગ્નાબેન, પાયલબેન દ્વારા સમાજમાં ધર્મની ભાવના તથા દેશની દાજ ઉજાગર કરવા એક સાંસ્‍કૃતિક વેશ ભુશા કાર્યક્રમ રાખેલ છે.

   ક્રાંતિકારીઓ જેમણે દેશ માટે બલિદાન આપ્‍યું એવા મંગલ પાંડે, લાલ- બાલ- પાલ, ખુદિરામ બોઝ, સુભાષચંદ્ર બોઝ, ઝાંસી કી રાની, દુર્ગાભાભી, વગેરે તથા સર્વને જ્ઞાનનો સંચાર કરનાર આપણા ગુરૂ અને ઋષી જેવા કે ગુરૂ વશિષ્‍ઠ, ગુરૂદ્રોણ, વિશ્વામિત્ર, કૌશીક, ભૃગુ ઋષી, ગૌતમ ઋષી, જયમદગ્ની ઋષી... વગેરે પાત્રોનો વેશ ધારણ કરી તેમના વિશે બે વાક્‍ય બોલવાનો રહેશે.આ કાર્યક્રમમનુ તા.૨૨ના શનિવાર રોજ રાત્રે આયોજન કરેલ છે. તેમા મહિલા, બાળકો, યુવાનો, વડિલોના સાથની અને સહકાર મળી રહેલ છે.

   કાર્યક્રમની વધુ માહિતી માટે પ્રતિક બલભદ્ર (૯૫૮૬૯ ૭૦૨૨૨), સમીર જોષી (૯૦૩૩૦ ૦૦૦૦૨) તથા દિવ્‍યેશ દવે (૯૦૯૯૯ ૧૯૯૯૭)નો સંપર્ક કરી શકાય છે.

 (04:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS