Samachar Rajkot

News of Friday, 21st April, 2017

લાખાજીરાજ ફ્રુટ માર્કેટમાં ૬૦૦ કિ. અખાદ્ય કેરી ૩૦૦ કિ. ચીકુ ૮ કી. કાર્બાઇટનો નાશ કરતુ આરોગ્‍ય તંત્ર

લાખાજીરાજ ફ્રુટ માર્કેટમાં ૬૦૦ કિ. અખાદ્ય કેરી ૩૦૦ કિ. ચીકુ ૮ કી. કાર્બાઇટનો નાશ કરતુ આરોગ્‍ય તંત્ર

   રાજકોટ : મ્‍યુ. કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે કાર્બનથી પકાવવામાં આવતા ફળફળાદીનો નાશ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી જે અંતર્ગત લાખાજીરાજ ફ્રુટ માર્કેટમાં નાયબ આરોગ્‍ય અધિકારી ડો. રાઠોડ તથા ફ્રુડ ઇન્‍સ્‍પેકટરોએ પ વેપારીઓને ત્‍યાંથી કુલ ૬૦૦ કીલો અખાદ્ય કેરી તથા ૩૦૦ કીલો ચીકુનો નાશ કર્યો હતો. તે વખતની તસ્‍વીરો. આ ચેકીંગ દરમ્‍યાન વેપારીઓને ત્‍યાંથી ૮ કીલો કાર્બાઇટ જપ્ત કર્યું હતું. આ દરોડા રસિકભાઇ મકવાણા, જગદીશભાઇ રામાનુજ, લાલજીભાઇ વસોયા, રસિકભાઇ કાલાવડીયા, લાખાભાઇ ભરવાડ વગેરે વેપારીઓને ત્‍યાં પાડવામાં આવ્‍યા હતાં. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 (04:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS