Samachar Rajkot

News of Friday, 21st April, 2017

ટીમ ઇન્‍દ્રનિલ ફોર યુ

કાલે નાના મૌવા ચોકડીએ બોલીવુડની સૂરસામ્રગી ‘‘શાલમલી ખોલ ગડે''ની ધમાકેદાર સંગીત સંધ્‍યા

લોકાશાહીમાં લોકજાગરણ માટે ધારાસભ્‍યનો ચેરીટી-શો : મોટા-ગજાનાં મોંઘેરા કલાકારને રાજકોટ વાસીઓ માણી શકે તે માટે ‘‘નિલ્‍સ સીટી કલબ'' દ્વારા ‘‘ફ્રી'' પાસ : પાસ મેળવવા મો. ૭૬ર૧૦૮૩૯૬૯માં સંપર્ક કરો : કાર્યક્રમમાં ઉમટી પડવા અપીલ

કાલે નાના મૌવા ચોકડીએ બોલીવુડની સૂરસામ્રગી ‘‘શાલમલી ખોલ ગડે''ની ધમાકેદાર સંગીત સંધ્‍યા

      રાજકોટ, તા. ર૧ :  કોંગ્રી ધારાસભ્‍ય ઇન્‍દ્રનિલ રાજયગુરૂનાં માર્ગદર્શન હેઠળ ‘‘ટીમ ઇન્‍દ્રનીલ ફોર યુ'' ત્‍થા ‘‘નિલ્‍સ સીટી કલબ'' દ્વારા  ‘‘લોકશાહીમાં લોકજાગરણ''ના શુભહેતુથી અને મોટા ગજાનાં મોંઘેરા કલાકારોને રાજકોટવાસીઓ માણી શકે તે માટે આવતીકાલે રાત્રે ૮ વાગ્‍યે નાનામૌવા ચોકડીએ બોલીવુડની પ્રસિધ્‍ધ ગાયિકા શ્‍યામલી ખોલગડેની ધમાકેદાર સંગીત સંધ્‍યાનું ‘ફ્રી પાસ'ની સુવિધા સાથે આયોજન કરાયું છે. જેમાં રાજકોટની સંગીતપ્રેમી જનતાને ઉમટી પડયા અપીલ કરાઇ છે.

      આ અંગે ધારાસભ્‍ય શ્રી રાજયગુરૂની યાદીમાં જણાવાયું છે કે રાજકોટના યુવા જગતમાં હંમેશા એક ઉત્‍સાહભર કાર્યક્રમો દેવા કટી બધ્‍ધ બનેલ અને રાજકોટના યુવાઓનું આઇકના ગણાતું ‘‘નીલ્‍સ સીટી કલબ'' દ્વારા ફરી વખત રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે ધમાકેદાર લાઇવ કોન્‍સર્ટનું નમુનેદાર આયોજન કરવામાં આવ્‍યું છે... વધુ એક વાર રાજકોટની જનતાને સંગીત પીરસવા બોલીવુડનું ખુબ સુંદર ગણાતી માલિક અને સૂર સામગ્રી ‘‘શાલમલી ખોલગડે'' ને રાજકોટ લાવ્‍યા છે. તેઓ બોલીવુડમાં ખુબ ધૂમ મચાવી ચુકેલ ઘણા બધા ગીતો જેવા ‘‘બેબી કો બેઝ પસંદ હે'', ‘‘પરેશાન'',  ‘‘લત લગ ગઇ'', શુદ્ધ દેશી રોમાન્‍સ'', ‘‘ડી સે ડાંસ'', ‘‘શાયરાના'', ‘‘બેશર્મિ કઇ હાઇટ'',  ‘‘બલમ પિચકારી'' સહિતના સંખ્‍યાબંધ સુપરહીટ ગીતો આપીને યુવા દિલોની ચાહના બની ચુકયા છે.

      રાજકોટની મનોરંજન પ્રેમી જનતાને ‘‘નીલ્‍સ સીટી કલબ''ના સ્‍થાપક ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂની આગેવાનીમાં કાર્યરત સંપૂર્ણ ટીમમાં જે કાર્યક્રમો થાય છે તે કાર્યક્રમ સુરક્ષિત અને અલાયદા હોય છે.. ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂ દ્વારા આ વખતે પોતાની ‘‘નીલ્‍સ સીટી કલબ''ના કાર્યક્રમમાં દરેક વર્ગના લોકો મનોરંજન મેળવી શકે તે માટે રાજકોટના દરેક લોકો માટે ‘‘ફ્રી પાસ'' ની વ્‍યવસ્‍થા રાખેલ છે નાના-મોટા મનોરંજન મેળવી શકે એ માટે આ લાઇવ કોન્‍સર્ટમાં પ્રથમ વખત કોઇ પણ ફ્રી કે ખર્ચા કર્યા વગર ‘‘ફ્રી પાસ'' ની વ્‍યવસ્‍થા કરેલ છે.. દરેક વ્‍યીકતએ પાસ મેળવી લેવા જરૂરી છે જયારથી આ લાઇવ કોન્‍સર્ટની જાહેરાત થઇ છે ત્‍યારથી ‘‘નીલ્‍સ સીટી કલબ'' ની રેસકોર્ષ ખાતેથી ઓફિસે ભરપુર ઘસારો જોવા મળે છે.. અને વધુમાં વધુ યુવાનો અને સંગીત પ્રેમી લોકો ‘‘શાલમલી ખોલ ગડે'' ને સાંભળવા અને તેના સંગીતના તાલુ જુમી ઉઠવા ઉત્‍સાહી છે..

      આવતીકાલે સાંજે ૮ વાગ્‍યે નાના મૌવા ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે ‘ટીમ ઇન્‍દ્રનીલ ફોર યુ' અને ‘નીલ્‍સ સીટી કલબ'ના મહત્‍વ પૂર્ણ  આયોજનમાં રાજકોટની જનતાને આ સંગીત કાર્યક્રમ માણવા માટે આમંત્રિત કરવામાં આવે છે... જે લોકોને હજુ પણ પાસ ના મળ્‍યા હોય એ લોકો પાસ માટે મો. નં. ૭૬ર૧૦ ૮૩૯૬૯ પર સંપર્ક કરીને ‘નીલ્‍સ સીટી કલબ'ની ઓફીસ રેસકોર્ષ ખાતેથી મેળવી લેશો. દરેક લોકોને એવી ઇચછા હોય છે કે પોતે નીલ્‍સ સીટી કલબના આયોજનમાં પોતે સહભાગી બની અને નમુનેદાર આયોજનને માણી શકવાની પોતાની ઇચ્‍છાને પૂરી કરવાની તક નીલ્‍સ સીટી કલબના સ્‍થાપક ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂ દ્વારા આ આયોજનનું સંપૂર્ણ તકેદારીથી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

      નોંધનીય છે કે સ્‍ટાર પ્‍લસ પર ‘દિલ હે હિન્‍દુસ્‍તાની'  નામનો એક સંગીત રીયાલીટી શો આવે છે જેમાં શાલીમલી ખોલગડે, કરણ જોહર, અને બાદશાહ શેખર સાથે મુખ્‍ય જજની ભૂમિકામાં છે.

      અંતમાં ધારાસભ્‍યશ્રીએ જણાવ્‍યું છે કે, ‘ટીમ ઇન્‍દ્રનીલ ફોર યુ' એ એક વિચાર છે અને સમાજમાં આપણી જવાબદારી શું છે અને અધિકારી બનીએ છીએ તો આપણે આપણે આપણી જવાબદારી પણ નિભાવી જોઇએ આવા વિચારનું અમલ કરીને સારા કામો પોતાની ફરજ જવાબદારી પૂર્વક કરવી જોઇએ. ટીમ ઇન્‍દ્રનીલ ફોર યુ દ્વારા લોકશાહીમાં લોકજાગરણ દ્વારા વર્તમાન સ્‍થિતિમાં લોકોને પડતી હાલાકી ને ભ્રષ્‍ટાચારીઓની પાપ લીલાનો પરપોટા ફોડવાની સહુ સાથે મળીને કામ કરવું પડશે.

      ટીમ ઇન્‍દ્રનીલ ફોર યુ દ્વારા આવા અસંખ્‍ય મનોરંજન સહીતના કાર્યક્રમો કરવામાં આવનાર છે. જે લોકો ટીમ ઇન્‍દ્રનીલ ફોર યુ ના ચેરીટી કાર્યક્રમો સહીતના સભ્‍યો બનતા હશે એને સમાજમાં સારૂ કામ કર્યાનું અને સમાજમાં પોતે પોતાની જવાબદારી નિભાવવાનું સુખ પણ મેળવતા થશે સમાજના દંભી લોકોના સમુહમાંથી જવાબદારી ભર્યા કામ કરનાર સારા લોકો અલગ નીકળી આવે એ અત્‍યંત જરૂરી છ.ે ટીમ ઇન્‍દ્રનીલ ફોર યુ દ્વારા આવા ઉમદા વિચાર ધરાવનાર સારા લોકોનું સંગઠન છે. આ સંગઠનમાં યુવાઓ સીનીયર સિટીઝન્‍સ વિદ્યાર્થીઓ,સ્ત્રીઓ નોકરીયાત બધાજ જોડાઇ રહ્યા છે.

       

 (04:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS