Samachar Rajkot

News of Friday, 21st April, 2017

૩૦મીએ ‘‘ઉત્‍સવોનો રંગ શ્રીજીને સંગ''

રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજન : નાથદ્વારાની હવેલીમાં ઉજવાતા ઉત્‍સવોની ઝાંખી, શ્રીજીબાવા - શ્રી કૃષ્‍ણ ભગવાનના જીવન આધારીત ભકિતરચના રજૂ થશે : કલાકારો નૃત્‍ય પીરસશે

૩૦મીએ ‘‘ઉત્‍સવોનો રંગ શ્રીજીને સંગ''

   રાજકોટ, તા. ૨૧ : રઘુવંશી કર્મચારીઓ માટેની અગ્રગણ્‍ય સંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા કર્મચારી મંડળ અને સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી તા. ૩૦ રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, આલાપગ્રીન સીટી સામે, રૈયા રોડ ખાતે શ્રી કૃષ્‍ણ પરમાત્‍મા અને શ્રીનાથજી બાવાના આરાધકોને ધ્‍યાનમાં રાખી એક અનેરા મહોત્‍સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

   ‘‘ઉત્‍સવોનો રંગ શ્રીજીને સંગ'' કાર્યક્રમમાં વૈષ્‍ણવ સંપ્રદાયમાં નાથદ્વારા ખાતે હવેલીમાં ઉજવાતા ઉત્‍સવો પૈકી કેટલાક ઉત્‍સવોની ઝાંખી કરાવવામાં આવશે. તે ઉપરાંત શ્રીજીબાવા શ્રી કૃષ્‍ણ ભગવાનના જીવન આધારીત ભકિત રચનાઓ પર રાજકોટ શહેરની નામાંકિત કલા સંસ્‍થાઓના કલાકારો નૃત્‍ય રજૂ કરશે.

   આ કાર્યક્રમમાં હવેલીઓમાં વર્ષ દરમિયાન થતા ઉત્‍સવો જેવા કે હિંડોળા ઉત્‍સવ, પવિત્રા ઉત્‍સવ, શરદપૂનમ, હોરી, આંબા મનોરથ વગેરેનો ભાવ દર્શાવવામાં આવશે. તો સાથે સાથે નૃત્‍ય દ્વારા ઠાકોરજીને મનાવી દર્શન માટે પ્રભુને અરજી કરવામાં આવશે. આ અનોખા ઉત્‍સવમાં તમામ કલાકારો હવેલી સંગીતની સુપ્રસિદ્ધ અને નવીનતમ રચનાઓના આધારે પોતાની કલાનો પરિચય કરાવશે.

   કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત (આઈપીએસ) તથા મંડળના પ્રમુખ રંજનબેન પોપટ તથા આ કાર્યક્રમ માટેની તમામ જવાબદારી લઈ રહેલા ભાવનાબેન શિંગાળાના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહ્યો છે. આ ઉપરાંત મંડળના મંત્રી અજયભાઈ સંઘાણી ઉપપ્રમુખ કૌશિકભાઈ કુંડલીયા, સહમંત્રી કિરીટભાઈ કુંડલીયા, કાર્યાલયમંત્રી કેતનભાઈ કોટક, ઈન્‍ટરનલ ઓડીટર ભુપેન્‍દ્રભાઈ કોટક કાર્યક્રમના સંકલનને આખરી ઓપ આપી રહ્યા છે.

   આ ઉપરાંત સંસ્‍થાના કારોબારી સભ્‍યો દિલીપભાઈ સુચક, સુનિલભાઈ શીંગાળા, મેહુલભાઈ કોટક, પિયુષભાઈ જોબનપુત્રા, રમેશભાઈ ગઢીયા, મુકેશભાઈ કક્કડ તથા તમામ કારોબારી કમીટી આ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

   આ કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાને પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત (આઈપીએસ) તથા અતિથિ વિશેષ પ દે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી બિરાજશે. તેમ મંડળના મંત્રી અજયભાઈ સંઘાણીની યાદીમાં જણાવવામાં આવે છે.

   તસ્‍વીરમાં ‘‘અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે આગેવાનો સર્વે શ્રી ભુપેન્‍દ્રભાઈ કોટક, રંજનબેન પોપટ, નવીનભાઈ ખખ્‍ખર સહિતના અગ્રણીઓ નજરે પડે છે. (તસ્‍વીર : વિક્રમ ડાભી)

 (04:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS