Samachar Rajkot

News of Friday, 21st April, 2017

વેટનો સપાટો ચાલુ જ છેઃ આજે રાજકોટ-મોરબીમાં વધુ ત્રણ સ્‍થળે દરોડાનો દોર

મોરબીમાં સિરામિક-ટાઇલ્‍સના ઉદ્યોગપતિ તો રાજકોટમાં એન્‍જીનીયરીંગ-મશીનરી પાર્ટસના વેપારી ઝપટે : ગઇકાલે વાંકાનેરમાં રેનોલેન ટાઇલ્‍સમાં ૬ાા લાખની વસુલાતઃ રાજકોટમાં ૧ર હજારનો ટેક્ષ ભરાવાયો...

   રાજકોટ તા. ર૧: રાજકોટ વેટ તંત્રે પોતાનો સપાટો ચાલુ જ રાખ્‍યો છે, જોઇન્‍ટ કમિશ્‍નરશ્રી સકસેનાએ આજે પણ ત્રણ સ્‍થળે ઓપરેશન હાથ ધર્યું છે. રાજકોટમાં એન્‍જીનીયરીંગ અને મશીનરી પાર્ટસના વેપારીઓ-ઉત્‍પાદકોને ત્‍યાં અને મોરબીમાં સિરામિક-ટાઇલ્‍સના મોટા ઉદ્યોગપતિ મળી આજે બપોરથી કૂલ ત્રણ સ્‍થળે વેટ દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે, સતત પાંચમા દિવસે પણ દરોડાથી સોંપો પડી ગયો છે.

   દરમિયાન ગઇકાલે વાંકાનેરમાં ટાઇલ્‍સના મોટા ઉત્‍પાદક રેનોલેન ટાઇલ્‍સમાં ૬ લાખ પ૭ હજારની ટેક્ષચોરી નીકળી પડતા તેની વસુલાત કરી લેવાઇ હતી, જયારે રાજકોટમાં રેઇનબો એન્‍જીનીયરીંગમાં ૧ર હજારની વસુલાત કરાઇ છે, અને મોરબીનાં રેડીયન એનર્જી અને ઓએસબી ટાઇલ્‍સ અને બે સ્‍થળે નીલ રીપોર્ટ હોવાનું સાધનોએ ઉમેર્યું હતું.

   

 (04:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS