Samachar Rajkot

News of Friday, 21st April, 2017

શહેર પોલીસે ૫૧૭ ગુનામાં પકડેલો ૧ કરોડ ૨૪ લાખ ૫૭ હજારના વિદેશી દારૂની બોટલોનો કચ્‍ચરઘાણ વાળી દેવાયો

બે ડીસીપી, બે એસીપી ડેપ્‍યુટી કલેક્‍ટર, નશાબંધી અધિકારી, રિડર પી.આઇ. રાજ્‍યગુરૂ તથા તમામ પોલીસ મથક-બ્રાંચના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી

શહેર પોલીસે ૫૧૭ ગુનામાં પકડેલો ૧ કરોડ ૨૪ લાખ ૫૭ હજારના વિદેશી દારૂની બોટલોનો કચ્‍ચરઘાણ વાળી દેવાયો

      ઞ્જપ્‍યાસીઓના જીવ બળી જાય તેવા આ સમાચાર છે...આમ તો ગુજરાત રાજ્‍યમાં દારૂબંધી છે. તો પણ પીનારાઓને માંગે ત્‍યારે બાટલી' મળી જાય છે. વર્ષ દરમિયાન લાખ્‍ખો-કરોડોનો દારૂ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસી જતો હોવાનું કહેવાય છે. પોલીસ પણ સતત લાખ્‍ખોનો દારૂ જપ્‍ત કરી બુટલેગરોને પકડતી રહે છે. છેલ્લા વર્ષ દરમિયાન શહેરના તમામ પોલીસ મથકો અને બ્રાંચો દ્વારા પકડાયેલા દારૂની બોટલોને આજે શહેરની ભાગોળે અમદાવાદ હાઇવે પર સોખડા નજીક નાકરાવાડીમાં નાશ કરી દેવામાં આવ્‍યો હતો. સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ કુલ ૫૧૭ ગુના નોંધીને ઝડપી લેવાયેલો રૂા. ૧,૨૪,૫૭,૦૦૦નો ૫૩૭૨૪ બોટલ દારૂનો આજે નાશ કરવામાં આવ્‍યો છે. આ કાર્યવાહી વખતે ડીસીપી સુબોધ ઓડેદરા, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી બી.ડી. જોષી, એસીપી ડો. હર્ષદ પટેલ, એસીપી હર્ષદ મહેતા, ડેપ્‍યુટી કલેક્‍ટર, નશાબંધી અધિકારી, રીડર બ્રાંચના પી.આઇ. વી.એન. રાજ્‍યગુરૂ, પી.આઇ. ભટ્ટ, પી.આઇ. આર.આર. સોલંકી, પી.આઇ. એમ.આર. ગોઢાણીયા તેમજ અન્‍ય અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતાં. દારૂની બોટલોને વિશાળ મેદાનમાં પાથરવામાં આવ્‍યા બાદ તેના પર અધિકારીઓની હાજરીમાં રોડરોલર ફેરવી દેવામાં આવ્‍યું હતું. આ દ્રશ્‍યો તસ્‍વીરમાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

       

 (04:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS