Samachar Rajkot

News of Friday, 21st April, 2017

વોર્ડ નં. ૫માં લાલપરી વિસ્‍તારમાં આરોગ્‍ય કેમ્‍પ

મેલડી માતાજી ટ્રસ્‍ટ અને ગાયત્રીબા વાઘેલા દ્વારા રવિવારે ફ્રી સર્વરોગ નિદાન કેમ્‍પ : નિષ્‍ણાંત તબીબો સેવા આપશે : જરૂર પડશે તો દર્દીઓને દર બુધવારે નિઃશુલ્‍ક ઓ.પી.ડી.

વોર્ડ નં. ૫માં લાલપરી વિસ્‍તારમાં આરોગ્‍ય કેમ્‍પ

   રાજકોટ, તા. ૨૧ : શ્રી મેલડી માતાજી એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલા દ્વારા આગામી તા. ૨૩ના રવિવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન શાળા નં. ૬૭ (પંડિત જવાહરલાલ નેહરૂ શાળા, આર. ટી. ઓ. પાછળ, ગાર્ડન પરોઠા હાઉસ પાછળ) ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેમાં હાડકાના, જનરલ ફિઝીશ્‍યન, બાળરોગ સહિતના નિષ્‍ણાંત તબીબો સેવા આપશે. દવાઓ પણ અપાશે. જરૂરીયાત જણાશે તો ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલ ખાતે દર બુધવારે દર્દીઓને નિઃશુલ્‍ક ઓપીડી સારવાર આપવામાં આવશે.

   તા. ૨૩ના રવિવારના રોજ શાળા નં. ૬૭ ખાતે જનતાના લાભાર્થે આયોજીત સર્વરોગ નિદાન કેમ્‍પમાં ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલના નિષ્‍ણાંત ડોકટરો દ્વારા નિદાન કરવામાં આવશે. કેમ્‍પનો સમય સવારે ૧૦ થી ૧ રાખેલ છે. રજીસ્‍ટ્રેશન માટે મો. ૮૦૦૦૦ ૦૩૩૩૬/૩૭, ૮૦૦૦૯ ૩૬૫૫૮ ઉપર સંપર્ક કરવો.

   કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા દ્વિતીય કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્‍યામાં લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

   તસ્‍વીરમાં સર્વેશ્રી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, હરદીપભાઈ રાઠોડ, રણમલભાઈ સોનારા, નીતિનભાઈ ખંભાયતા, ભાનુબેન સોલંકી, ગીતાબેન વીરસોડીયા, લાભુબેન ભખોડીયા, ભુપતભાઈ ભખોડીયા, પ્રકાશભાઈ વીરસોડીયા, મનસુખભાઈ વીરસોડીયા, લખાભાઈ ટોળીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 (04:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS