Samachar Rajkot

News of Friday, 21st April, 2017

ભૌતિકશાસ્‍ત્ર ભવનના સંશોધકોની અનેરી સિધ્‍ધી ઉષ્‍ણતામાનમાં થતા ફેરફારો સુક્ષ્મતાથી માપી શકાશે

યુવાન સંશોધક ડો.પિયુષ સોલંકીની વધુ એક સિધ્‍ધી

ભૌતિકશાસ્‍ત્ર ભવનના સંશોધકોની અનેરી સિધ્‍ધી ઉષ્‍ણતામાનમાં થતા ફેરફારો સુક્ષ્મતાથી માપી શકાશે

   રાજકોટ તા.૨૧: દેશમાં વૈજ્ઞાનિક દ્રષ્‍ટિ એ ઓરડાનું તાપમાન ૩૦૦ કેલ્‍વીન કે ૨૭ ડિગ્રી હોવું જોઇએ તેના બદલે આપણે બધ જ જાણીએ છીએ હાલ ‘ગ્‍લોબલ વોમીંગ''કે પ્રદૂષણના કારણે આ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્‍શીયસ કે ૪૫ ડિગ્રી સેલ્‍શીયસ સુધી પહોંચી ગયુ છે. ઉચ્‍ચ ઉષ્‍ણતામાનના ઉપરોક્‍ત ફેરફારોને પહોંચી વળવા વિજ્ઞાન અને ટેકનોલોજીના તજજ્ઞો અને ઇજનેરો મારફત તેના વિકલ્‍પો શોધાયા છે અને તાપમાનના ફેરફાર ને મર્યાદિત કરવા સંશોધન ચાલુ જ છે ત્‍યારે ઉચ્‍ચ તાપમાનની સચોટ માપણી કરતાં યંત્રોના અવિષ્‍કારની ખૂબ જ અગત્‍યતા છે. ભૌતિકશાસ્‍ત્ર ભવન, સૌરાષ્‍ટ્ર યુનિવસિટીમાં મટીરીયલ્‍સ વિજ્ઞાન, વિજાણુ શાસ્‍ત્ર અને સ્‍પેસ વિજ્ઞાનના સ્‍પેશ્‍યલાઇઝેશન સાથે પી.જી. અભ્‍યાસક્રમ અને મટીરીયલ્‍સ વિજ્ઞાનમાં વૈશ્વીક સ્‍તરના અનેક સંશોધન જુદા-જુદા સંશોધકો મારફત થઇ રહ્યા છે. ભૌતિકશાસ્‍ત્ર ભવનના યુવા સંશોધકો ડો.પિયુષ એસ.સોલંકી અને પ્રો.નિકેશ એ.શાહ મારફત છેલ્લા દોઢ વર્ષથી આફ્રિકાની એસ.ફેકસ યુનિવર્સિટી વૈજ્ઞાનિકો ડો.અક્રમ ક્રિચલે અને પ્રો.ડબલ્‍યુ બાઉજલબેન તથા યુ.જી.સી.સી.એસ.આર. ભાભા એટોમિક રિર્સચ સેન્‍ટર- મુંબઇના યુવા વૈજ્ઞાનિક ડો.સુદિપ મુખરજી સાથે સંશોધાત્‍મક જ્ઞાનની આપ-લે ના માધ્‍યમથી ઉચ્‍ચ ઉષ્‍ણતાપમાનના નજીવા ફેરફારોને સચોટ રીતે માપવા માટેના યંત્રો બનાવવા ઉપયોગી મટીરીયન્‍સ ઉપર સંશોધન શરૂ કરાયેલ હતું. ભૌતિકશાસ્‍ત્ર ભવન, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સંશોધકોની વિવિધ મટીરીયન્‍સ બનાવવાની કુશળતા અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ‘મટીરીયલ્‍સ રેસીપી' લેબોરેટરીનો ઉપયોગ કરી ‘લેન્‍થેનિયમ બેઇઝ મેગેનાઇટ'નવા પ્રકારનું મટીરીયલ્‍સ બનાવી દેશની ટોચની ભાભા એટોમિક રિર્સચ સેન્‍ટર અને એસ-ફેકસ યુનિવર્સિટી, આફ્રિકાની સંશોધન લેબોરેટરીમાં પ્રાયોગિક સંશોધન મારફત પૃથ્‍થકરણ કરી વિશિષ્‍ટ પ્રકારનું સંશોધન હાથ ધરાયેલ. પાંચ વૈજ્ઞાનિકોના સંયુક્‍ત પ્રયાસોથી તાપમાનનાં વિવિધ ફેરફારો સાથે તાપમાનની અલગ-અલગ રેન્‍જમાં મટીરીયલ્‍સની પ્રકૃતિ ‘ચતુર્થ ફેરફારો'નોંધાયા છે જે મટીરીયલ્‍સ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગ  અને સેન્‍સર બનાવવા માટેનું અગત્‍યનું મટીરીયન્‍સ બની શકે તેમ છે.

    ત્રણ સંસ્‍થાનાં સંયુક્‍ત સંશોધનને વિશ્વનાં ટોચના વૈજ્ઞાનિકોએ પ્રમાણીત કરી વિશ્વની શ્રેષ્‍ઠ એલ્‍સવેર પબ્‍લીકેશનની ‘‘એકટા મટીરીયા'' સામાયિક કે જેનો ઇમ્‍પેકટ ફેકટર પાંચ પોઇન્‍ટ એક છે. જેમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્‍ત્ર ભવન માટે આ સંશોધન પત્ર લેન્‍ડમાર્ક સમાન છે. કારણ કે ભવનના સ્‍થાપના કાળથી સૌથી શ્રેષ્‍ઠ ઇમ્‍પેકટ ફેકટર ધરાવતા સામાયિક અને જે સામાયિક ભવનનાં સ્‍પેશ્‍યાલાઇઝેશનના વિષયનું છે તેમાં પ્રસિદ્ધ થયેલ છે દેશ-વિદેશની અગ્રીમ વિશ્વ વિદ્યાલયોના સંશોધકો ‘‘એકટા મટીરીયા''જેવા ઉચ્‍ચ ઇમ્‍પેકટ ધરાવતા સામાયિકોમાં તેમનું સંશોધન પ્રસિદ્ધ થાય તે માટે હરહંમેશ પ્રયત્‍નશીલ હોય છે ત્‍યારે ભૌતિકશાસ્‍ત્ર ભવન, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં યુવા સંશોધકો તે મટીરીયલ્‍સ વિજ્ઞાનમાં વિશ્વ ઉપયોગી સંશોધન કરી ગૌરવ મેળવેલ છે.

   વિશ્વસ્‍તરે ભૌતિકશાસ્‍ત્ર ભવનનાં સંશોધકો ડો.પિયુષ એસ.સોલંકી અને પ્રો.નિકેશ શાહે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત રાજ્‍યને ગૌરવ અપાવેલ છે. કુલસચિવશ્રી ડો.ધીરેનભાઇ પંડયા, ભૌતિકશાસ્‍ત્ર ભવનનાં અધ્‍યક્ષ પ્રો.હીરેન એચ.જોષી, પ્રો. મિહીરભાઇ જોષી, ડો.એચ.ઓ.જેઠવા, ડો.ભરત કટારીયા તથા ભાભા એટોમીક રિસર્ચ સેન્‍ટરનાં વૈજ્ઞાનિક ડો.સુધ્રીન્‍દ્ર રાયપ્રોલ, ડો.પી.ડી.બાબુ વગેરેએ અભિનંદન પાઠવેલ છે.

 (04:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS