Samachar Rajkot

News of Friday, 21st April, 2017

વોર્ડ નં.૧૩માં પાણી કાપ ઉઠાવી લેવાયો

પપૈયાવાડી, હરીદ્વાર, ગુણાતીતનગર, અંબાજી, કડવા પ્‍લોટ, ગુરૂપ્રસાદ સહિતના વિસ્‍તારમાં સમયસર પાણી વિતરણ થશેઃ દલસુખભાઇ

વોર્ડ નં.૧૩માં પાણી કાપ ઉઠાવી લેવાયો

   રાજકોટ તા.ર૧ : શહેરના ગુરૂકુલ હેડ વર્કસ હેઠળના વોર્ડ નં.૧૩ના વિવિધ વિસ્‍તારોમાં લગાવવામાં આવેલ પાણીકાપ ઉઠાવી લેવામાં આવ્‍યા હોવાનું વોટર વર્કસ સમિતિ ચેરમેન દલસુખભાઇ જાગાણીએ જણાવ્‍યુ હતુ.

   આ અંગે તેઓએ જણાવ્‍યુ હતુ કે, શહેરના જુદા-જુદા વોર્ડમાં આજરોજ નર્મદા આધારિત પાણીના પુરવઠા લાઇન પમ્‍પીંગ સ્‍ટેશનની મશીનરી રીપેરીંગ કામ સબબ પાણીકાપ આપવામાં આવેલ જે પૈકી ગુરૂકુલ હેડવર્કસ હેઠળના પપૈયાવાડી, હરીદ્વાર સોસાયટી, ગુણાતીતનગર, અંબાજી કડવા પ્‍લોટ, ગુરૂપ્રસાદ, લોધેશ્વર, માલવીયાનગર, પંચશીલ સહિતના વિસ્‍તારોમાં આજરોજ બપોરે ૧ર-૪પ થી રાત્રે ૯-૦૦ સુધીમાં પાણી વિતરણ સમય મુજબ કરવામાં આવશે. વિસ્‍તારવાસીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે.

 (04:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS