Samachar Rajkot

News of Friday, 21st April, 2017

સાતડા ગામના પાટીયા પાસે ‘હિટ એન્‍ડ રન': બેડીના કરમશીભાઇ કોળીનું મોત

બાઇક હંકારી ચોટીલાના રેશમીયા ગામે રાશનનું કેરોસીન લેવા જતા'તા ત્‍યારે અજાણ્‍યો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

   રાજકોટ તા.૨૧: કુવાડવા રોડ પર સાતડા ગામના પાટીયા પાસે ‘હિટ એન્‍ડ રન'ના બનાવમાં રાજકોટના બેડી ગામના કોળી પ્રોૈઢ કરમશીભાઇ માવજીભાઇ મેમકીયા (ઉ.૫૧)નું માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું છે. કરમશીભાઇ તેના મુળ વતન ચોટીલાના રેશમીયા ગામે પોતાનું મોટરસાઇકલ નં. જીજે૩એચએમ-૨૯૬૨ હંકારીને રાશનનું કેરોસીન લેવા જઇ રહ્યા હતાં ત્‍યારે સાતડા ગામના પાટીયા પાસે કોઇ અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં તેમનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. જે. જી. રાણા, રાયધનભાઇ ડાંગર અને હેમતભાઇ ધરજીયાએ મૃતકના પુત્ર શૈલેષ મેમકીયાની ફરિયાદ પરથી અજાણ્‍યા વાહન ચાલક સામે ગુનો નોંધ્‍યો છે. મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી કોળી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

 (04:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS