Samachar Rajkot

News of Friday, 21st April, 2017

અંતે તંત્ર જાગ્‍યું

વાવડીમાં ૩૯ કરોડના ખર્ચે પાણીની લાઇન બીછાવાશે

‘અમૃત મિશન' યોજના હેઠળ પ્રોજેકટ હાથ ધરાશેઃ બંછાનિધી પાનીની જાહેરાત

   રાજકોટ તા. ૨૧ : કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.-૧રમાં સમાવિષ્ટ વાવડી વિસ્‍તારનો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રૂ. ૩૯ કરોડના ખર્ચે વોટર સપ્‍લાય નેટવર્કનું આયોજન આગળ ધપાવવામાં આવી રહયું છે તેમ મ્‍યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્‍યું હતું. આ વોટર સપ્‍લાય નેટવર્કનો ડીટેઇલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી ટાટા કન્‍સલ્‍ટન્‍સી એન્‍જીનીયર્સને સોંપવામાં આવેલ હતી. વાવડી વિસ્‍તારમાં વોટર સપ્‍લાય નેટવર્ક તૈયાર કરવા ‘અમૃત મિશન' યોજના હેઠળ વાવડી વોટર-વર્કસ યોજના માટે રૂ.૩૯.૦૦ કરોડનો ખર્ચ થશે.

   આ અંગે મ્‍યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્‍યું હતું કે ૧.૪૦ કિ.મી. લાઇનની ટ્રાન્‍સમીશન મેઇન લાઇન રીબડા ફિલ્‍ટર પ્‍લાન્‍ટથી પાણી મેળવવા માટે આયોજન કરેલ છે. ૮૩.ર૭ કિ.મી. લંબાઇની ૧૦૦ મી.મી. થી ૬૦૦ મી.મી. વ્‍યાસની ડી.આઇ. પાઇપ લાઇનનું નેટવર્ક તૈયાર કરવાનું આયોજન છે. વાવડી વિસ્‍તારમાં ઇ.એસ.આર. અને જી.એસ.આર. તૈયાર કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

   વિશેષમાં મ્‍યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્‍યું હતું કે, સદરહું ડી.પી.આર. જી.યુ.ડી.એમ.માં મંજુરી માટે રજુ કરવામાં આવશે. મંજુરી મળ્‍યેથી સત્‍વરે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. વાવડી વિસ્‍તારમાં ઇ.એસ.આર./જી.એસ.આર. હેડવર્કસ તૈયાર કરવા સરકારશ્રી પાસે કાંગશીયાળી રોડ પર ર૫૦૦૦ ચો.મી. જમીનની માંગણી પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.

   હાલમાં, વાવડી ગામમાં રસુલપરા, બજરંગ નગર, રવેચીપરા વિગેરે વિસ્‍તારમાં હાલમાં ઉપરોક્‍ત વિસ્‍તારમાં ગ્રામપંચાયત વખતના કુલ ૫૫ સ્‍ટેન્‍ડપોસ્‍ટ દ્વારા પાણીની આવક અનુસાર દર ત્રણ(૩) થી ચાર(૪) દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવે છે. આ સ્‍ટેન્‍ડ પોસ્‍ટઁમાં લોધીકા ગ્રુપ યોજના દ્વારા પાણી સપ્‍લાય કરવામાં આવે છે.

   તેમણે વધુમાં કહ્યું કે, આ ૫૫ સ્‍ટેન્‍ડપોસ્‍ટમાં અવારનવાર ઓછા પ્રેસરથી પાણી વિતરણ થતુ હોવાની ફરીયાદ આવતી હોય, ઉપરોક્‍ત વિસ્‍તારોમાં અત્રેથી કુલ ૨૫ જગ્‍યા પર ૫૦૦૦ લીટર ની પી.વી.સી.ની. ટાંકીઓ મુકી તેમા દર ચાર(૪) દિવસે એક વખત ટેન્‍કર/ટ્રેક્‍ટર દ્વારા પાણી સપ્‍લાય કરી વિસ્‍તારમાં પાણી વિતરણ કરવામાં આવે છે. આમ છતાં, રસુલપરા વિસ્‍તારમાં નર્મદા યોજનાની પાણીની અનિયમિતતા ધ્‍યાને લઇ જયારે-જયારે નર્મદા યોજનાનું પાણી વિતરણ અનિયમિત હોય ત્‍યારે ટેન્‍કર મારફત પાણી પુરૂં પાડવાનો પણ નિર્ણય લેવાયો છે.

   વધુમાં, આ બાબતો ધ્‍યાને લઇ પુનિતનગર ઈ.એસ.આર./જી.એસ.આર.થી શક્‍તીનગર પમ્‍પીંગ સ્‍ટેશન સુધી પાણી પહોચાડવા માટે ૨૦૦ મીમી એ.સી. પ્રેસર પાઈપ લાઈન નાખી શક્‍તીનગર પમ્‍પીંગ સ્‍ટેશન સુધી પાણી લઇ જઈ શક્‍તિનગર પમ્‍પીંગ સ્‍ટેશનથીથી રસુલપરા સુધી ૧૦૦ મી.મી. ડા.યા. ની એસી. પ્રેસર પાઈપ લાઈન લંબાવી રસુલપરામાં હયાત નેટવર્ક સાથે જોડી, શક્‍તીનગર પમ્‍પીંગ સ્‍ટેશનથી પાણી પંપ કરી રસુલપરામાં પાણી વિતરણ કરવા માટે રૂ. ૩૨.૪૨ લાખ મંજુર કરવામાં આવેલ છે તેમ પણ મ્‍યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું.

 (04:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS