Samachar Rajkot

News of Friday, 21st April, 2017

દરોડાના દોરમાં બપોર સુધીમાં ૩૬ કંડકટર-ડ્રાઇવર-મુસાફરો બીડી-સીગારેટના ‘‘ધુમાડા'' કાઢતા ઝપટે

એકલા રાજકોટ ડેપોમાં જ ૧૭ કેસઃ તમામને રૂ. પ૦ થી ર૦૦નો દંડ ફટકારાયો કલેકટર-એડી.કલેકટર તંત્રે આવું કરવું જોઇએ...

   રાજકોટ તા. ર૧: રાજકોટ એસ.ટી.ના ડીવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ આજે સવારથી રાજકોટ સહિત ૯ ડેપો ઉપર સીગારેટ-બીડી કે જે જાહેર સ્‍થળો ઉપર પીવાની મનાઇ છે, તે અંગે આવા કંડકટરો-ડ્રાઇવરો-મુસાફરોને ઝડપી લેવા દરોડાન ો દોર શરૂ કર્યો હતો, અને બપોરે ર વાગ્‍યા સુધીમાં જ ૩૬ જેટલા કંડકટરો-ડ્રાઇવરો-મુસાફરો બસ ડેપો અને બસની અંદર સીગારેટ બીડીના ‘‘ધુમાડા'' કાઢતા રંગેહાથ ઝડપાઇ જતા તમામને રૂ. પ૦ થી ર૦૦ સુધીનો આકરો દંડ ફટકારાયો હતો, માત્ર ૧ રૂ.ની બીડી કે રૂ. પ થી ૧૦ની સીગારેટ ઘણાને રૂ. પ૦ કે ૧૦૦-ર૦૦માં પડી હતી.

   શ્રી જેઠવાએ ઉમેર્યું હતું કે બપોર સુધીમાં રાજકોટમા-૧૭, મોરબી-પ, સુરેનદ્રનગર-૪, લીંબડી-૩, ગોંડલ-૭ મળી કુલ ૩૬ કેસો આવા ઝડપી લેવાયા છે, અત્રે એ નોંધનીય છે કે, રાજકોટની નવી-જૂની કલેકટર કચેરીમાં જાહેરમાં બીડી-સીગારેટ પીવાના સંખ્‍યાબંધ લોકો રોજ જોવા મળે છે, કલેકટર તંત્રે પણ આવું કરવું જોઇએ તેમ માંગણી છે.

 (04:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS