Samachar Rajkot

News of Friday, 21st April, 2017

સામાકાંઠે સોલીડ વેસ્‍ટ શાખાના દરોડા : ૬૮ કિલો પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક જપ્‍ત : ૨૮ હજારનો દંડ વસુલાયો

સામાકાંઠે સોલીડ વેસ્‍ટ શાખાના દરોડા : ૬૮ કિલો પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક જપ્‍ત : ૨૮ હજારનો દંડ વસુલાયો

   રાજકોટ : કોર્પોરેશનમાં સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ ઈસ્‍ટ ઝોન ધ્‍વારા ૬ ટીમ બનાવીને દરેક દુકાનો, ફુલ બજાર તથા પ્‍લાસ્‍ટીકની હોલ સેલ એજન્‍સીનું ચેકીંગ કરવામાં આવેલ છે. જેમાં મેડીકલ સ્‍ટોર્સ, કરિયાણાની દુકાન, મરચાપીઠ વગેરે સહિતના સ્‍થળોએ પ્‍લાસ્‍ટીકની થેલી(કેરી બેગ) જપ્ત કરવા માટે તથા દંડની કાર્યવાહી કરવા માટેની ઝુંબેશ ધરવામાં આવેલ છે. આ ઝુંબેશ દરમિયાન પારેવડી ચોકમાં આવેલ ફૂલ બજાર, બાલાજી ફરસાણ તથા પી.પી. ફૂલવાલા, પેડક રોડ પર આવેલ નટરાજ એજન્‍સી, રાજબાઇ સેલ્‍સ એજન્‍સી તથા ત્રિલોક ખમણ કુવાડવા રોડ પર આવેલ મેલડીમાં મરચા પીઠ, સાંઇ કલેક્‍શન, સતનામ જીન્‍સ, બ્‍લુ ફેશન જીન્‍સ, નાઇસ સીલેક્‍શન, ક્રિષ્‍ના સીલેક્‍શન, જીલ ફેશન, પ્રકાશ જીન્‍સ વેર તથા શીવ જીન્‍સ વેર, સંતકબીર રોડ પર આવેલ શ્રીજી સુપર માર્કેટ તથા શક્‍તિ એન્‍ટરપ્રાઇઝ, કોઠારીયા રોડ પર આવેલ જલારામ ફરસાણ, ૮૦ ફૂટ રોડ પર આવેલ માધવ એજન્‍સી વગેરે તેમજ પુર્વ ઝોનમાં આવેલ અન્‍ય મુખ્‍ય માર્ગો પર ૧૫૨ ધંધાર્થી પાસેથી પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકની બેગ ૬૭.૭ કિલો (ઝભલા) જપ્ત કરી રૂ. ૨૮,૩૫૦નો દંડ વસુલવામાં આવેલ છે.  ઉક્‍ત કામગીરી ઈસ્‍ટ ઝોનના સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેર જીગ્નેશ વાઘેલા, વિલાસબેન ચીકાણી, વોર્ડના એસ. આઈ. મૃગેશ વસાવા, પ્રફુલ ત્રિવેદી, નવિનચંન્‍દ્ર જાદવ, ડી.કે.સિંધવ તથા વોર્ડના એસ. એસ. આઈ. અશ્વીન વાઘેલા, પ્રભાત બાલાસરા, પ્રશાંત વ્‍યાસ, હરેશ ગોહેલ, જીગ્નેશ વોરા, ભુપત સોલંકી, એ.એફ.પઠાણ, જય ચૌહાણ, આર.જે. પરમાર તથા પ્રતિક રાણાવસીયા ધ્‍વારા કરવામાં આવેલ હતી.

 (04:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS