Samachar Rajkot

News of Friday, 21st April, 2017

સીંદુરીયા ખાણ વિસ્‍તારના ૮પ ઝુંપડાઓનો કડુસલો

સંતોષીનગરમાં એસઆઇડબલ્‍યુએચએસ હેતુના પ્‍લોટમાંથી પ્‍લીન્‍થ સુધીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું: કુલ ર૧પ૦ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરાવતું સેન્‍ટ્રલ ઝોન ટી.પી. શાખા

સીંદુરીયા ખાણ વિસ્‍તારના ૮પ ઝુંપડાઓનો કડુસલો

   ડિમોલીશનઃ આજે સવારે કોર્પોરેશનની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં. ૩ ના સંતોષીનગરમાં ગેરકાયદે બે બાંધકામનું ડિમોલીશન કરવામાં આવ્‍યું તે વેળાની તસ્‍વીર દ્રશ્‍યમાન થાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

સીંદુરીયા ખાણ વિસ્‍તારના ૮પ ઝુંપડાઓનો કડુસલો

      દબાણ દુરઃ કોઠારીયા રોડ પર સીંદુરીયા ખાણ પાસેના પ્‍લોટમાંથી ૮પ ઝુંપડાઓનું ડિમોલીશન કરવામાં આવ્‍યું હતું. જે ઉપરોકત તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

      રાજકોટ, તા., ૨૧: કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોનની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે સવારે વોર્ડ નં. ૩ ના સંતોષીનગરમાં બે પ્‍લીન્‍થ લેવલ સુધીના બાંધકામો તથા વોર્ડ નં. ૧૭માં સીંદુરીયા ખાણ વિસ્‍તારના પ્‍લોટમાં ખડકાયેલ ગેરકાયદે ૮પ ઝુંપડાઓનું દબાણ દુર કરી ર૧પ૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

      આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ કમિશ્નર બંછાનીધી પાનીની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા શહેરના સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તાર પૈકી વોર્ડ નં. ૩ માં સંતોષીનગર ફાટક સામે ટી.પી. સ્‍કીમ નં. ર૩- રાજકોટ (આખરી)એફ.પી. ૪/એ, એસઇડબલ્‍યુએસએચ હેતુના અનામત પ્‍લોટમાં ચકુભાઇ બચુભાઇ ગગજી દ્વારા થયેલા ૧૫૦ ચો.મી. ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવેલ તથા વોર્ડ નં. ૧૭માં સિંદુરીયા ખાણ, કોઠારીયા રોડ પાસે, ટી.પી. સ્‍કીમ નં. પ રાજકોટ (આખરી) એફ.પી. નં. પરમાં થયેલ ૮૦ થી ૮પ ઝુંપડાઓનું ગેરકાયદેસર બાંધકામ/દબાણ દુર કરી ર૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવેલ અને અંદાજે ર૧પ૦ ચો.મી. જમીનમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવેલ.

      આ ડીમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા સેન્‍ટ્રલ ઝોનના આસી. ટાઉન પ્‍લાનર કે.કે. મહેતા, એ.જે.પરસાણા, એસ.એસ. ગુપ્તા, વી.સી. મુંધવા, આર.ડી.પ્રજાપતી, પી.ડી.અઢીયા, આર.એન.મકવાણા, આસી. એન્‍જીનીયર હાર્દિક વ્‍યાસ, વિજય બાબરીયા, ઋષિ ચૌહાણ, હર્ષલ દોશી, વી.ડી.સિંધવ, એડીશ્નલ આસી. એન્‍જીનીયરશ્રી દિલીપ પંડયા, તુષાર લીંબડીયા, ગૌતમ ફફલ, એસ.એફ.કડીયા, ચંદ્રેશ પંડીત, વર્ક આસી. ઉદય ટાંક, નિલકંઠ રૂદ્ર ચાવડા, રવિ ટાંક, અભય ઝોરા, સર્વેયર નિરવ વાણીયા, કપીલ જોષી તથા અન્‍ય ટી.પી. સ્‍ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્‍થળ પર રોશની શાખા તથા બાંધકામ શાખાનો સ્‍ટાફ પણ હાજર રહેલ. આ ડીમોલીશનની કામગીરી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે વિજીલન્‍સ પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો.

 (04:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS