Samachar Rajkot

News of Friday, 21st April, 2017

સોની સમાજ માટે ‘સુવર્ણસમો' રવિવાર....મહાસંમેલન માણશે

સુવર્ણકારોમાં એકતા-સંગઠનની તાકાત વધુ મજબૂત કરવા સાથે જ ધંધામાં આડખીલીરૂપ વિવિધ મુદ્દે મહાનુભાવોનું મળશે માર્ગદર્શન : રેસકોર્ષના કવિ રમેશભાઇ પારેખ રંગદર્શનમાં સાંજથી પ્રારંભઃ કાર્યકરો દ્વારા તડામાર તૈયારી, જ્ઞાતિજનોમાં અનેરો ઉત્‍સાહ : ‘સુવર્ણકલા કારીગરી'એ મારૂ કર્મ, સંમેલનમાં હાજરીએ મારો ધર્મ...સુત્રને ચરિતાર્થ કરવા સોની સમાજ અધીરો : રાજબબ્‍બર, શંકરસિંહ વાઘેલા, શકિતસિંહ ગોહિલ, બનવારી સોની, શશીકાન્‍ત સોની સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્‍થિત : ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્‍યક્ષ-સુપ્રસિદ્ધ ફિલ્‍મ સ્‍ટાર રાજ બબ્‍બર સોની હોવાના નાતે જ્ઞાતિના સંમેલનમાં આપશે હાજરી

સોની સમાજ માટે ‘સુવર્ણસમો' રવિવાર....મહાસંમેલન માણશે

   એકતા'નો સાદ... શહેરના સોની સમાજમાં એકતાની જયોતને વધુને વધુ પ્રજવલ્લીત કરવા સહિત ધંધાકીય ક્ષેત્રે આડખીલીરૂપ મુદ્દાઓ ઉકેલવાના ભાગરૂપે યોજાનારા મહાસંમેલન વિશે અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ પ્રકાશ પાડતા સુવર્ણકાર એકતા સમિતિના હોદેદારો દર્શાય છે.(તસ્‍વીરઃ વિક્રમ ડાભી)

   રાજકોટ તા. ર૧ : સોના-ચાંદીના ઘરેણા ઘડી કલા કૌશલ્‍યમાં પારંગત સુવર્ણકારોમાં એકતા-સંગઠનની તાકાતને વધુ મજબૂત બનાવવા સાથેજ ધંધામાં અડચણ ઉભી કરનારા વિવિધ મુદ્દે ઉકેલ લાવવાની આશા સાથે વિરાટ મહાસંમેલન મળવાનું છે...તો સમગ્ર સોની સમાજ માટે રવિવારનો દિવસ સુવર્ણસમો' બની જાય તો નવાઇ નહિ.

   આ અંગે અકિલા' કાર્યાલય ખાતે વિગતો વર્ણવતા સુવર્ણકાર એકતા સમિતિના હોદ્દેદારોએ જણાવ્‍યું હતું. કે સોના-ચાંદી કામ સાથે સંકળાયેલા સુવર્ણકારોમાં એકતા સંગઠન વધુ મજબુત બને, ધંધા-વેપારીનો વિકાસ થાય તે અંગે, ર લાખથી ઓછી આવક ધરાવનાર સુવર્ણકારોને ઇ.બી.સી.ના લાભો મળે, ચોરીના માલની રીકવરી વખતે હાઇકોર્ટનો ચુકાદા મુજબ વર્તવાને બદલે થતી હેરાનગતી સહિતના વિવિધ મુદ્દે જાગૃત જ્ઞાતિ રવિવારે સાંજે પ વાગ્‍યે કવિ રમેશભાઇ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે યોજાનારા વિરાટ મહાસંમેલનમાં સોની સમાજનું ગૌરવ અને હિન્‍દી ફિલ્‍મોના અભિનેતા, સંસદસભ્‍ય, યુ.પી.કોંગ્રેસના અધ્‍યક્ષ રાજબબ્‍બર, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહજી વાઘેલા, અબડાસાના ધારાસભ્‍ય શકિતસિંહ ગોહિલ, રાજકોટના ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂ, અખિલ હિન્‍દ શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખ શશિકાન્‍તભાઇ પાટડીયા, અખિલ ભારતીય સ્‍વર્ણકાર વિચાર મંચના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બનવારી સોની, રાષ્‍ટ્રીય સચિવ નરેન્‍દ્ર સોની, ગુજરાતના અધ્‍યક્ષ નિમેષ સોની, રાષ્‍ટ્રીય મહિલા સચિવ સંગીતાબેન સોની, મહામંડળના મંત્રી હરૂભાઇ ઝવેરી, રાજકોટ સોની સમાજના પ્રમુખ દિનુમામા, માજી સંસદ સભ્‍ય કુંવરજીભાઇ બાવળીયા, કોંગ્રેસ અગ્રણી કાશ્‍મીરાબેન નથવાણી, ગોપાલભાઇ અનડકટ, જશવંતીસિંહ ભટ્ટી, મિતુલભાઇ દોંગા, વશરામભાઇ સાંગઠીયા, નડીયાદના મનહર સોની, અમરેલીના નવનીતભાઇ સોની, સાવરકુંડલાના અંબાલાલ સોની, ભુજના અશોકભાઇ ઝવેરી, માંડવીના રાજેન્‍દ્રભાઇ સોની, રાપરના દિનેશભાઇ સોની, જામનગરના ચંદ્રકાન્‍ત સોની, ચત્રભુજભાઇ સોની, જામખંભાળીયાના અશ્વિનભાઇ સોની, ધ્રોલના પ્રકાશભાઇ સોની, વેરાવળના દિલીપભાઇ સોની, પોરબંદરના કનૈયાલાલ સોની, ભાવનગરના જયેન્‍દ્રભાઇ સોની, પાલીતાણાના મુકેશભાઇ ઉંડવીયા, બોટાદના હર્ષદભાઇ સોની, ધોરાજીના શશિકાન્‍તભાઇ સેજપરા, ગોંડલના પ્રવિણભાઇ જડીયા, મોરબીના સુરેશભાઇ સોની, જીતુભાઇ સોની, કિરીટભાઇ સોની, વાંકાનેરના જશુભાઇ સોની, સુરેન્‍દ્રનગરના સુરેશભાઇ માંડલીયા, હળવદના હર્ષદભાઇ સહિત રાજકોટના સુવર્ણકાર સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

    ઘર આંગણે જ સમાજનું દિશાસુચક વિરાટ મહાસંમેલન મળી રહ્યાની વાત વાયુવેગે પ્રસરતા સૌ જ્ઞાતિજનોમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે. સૌ કોઇ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન મેળવવા તલપાપડ છે ત્‍યારે મહાસંમેલનને સફળતા અપાવવા કાજે સમિતિના ચેરમેન અરવિંદભાઇ પાટડીયા, વાઇસ ચેરમેન  કમલેશભાઇ ધોળકીયાના માર્ગદર્શન હેઠળ પ્રો.ચેરમેન અજયભાઇ બારભાયા, સંકલન સમિતિના ચેરમેન કૈલાશભાઇ રાજપરા, ચંદ્રેશભાઇ ફીચડીયા, અરવિંદભાઇ કોંઢીયા, ભરતભાઇ ઝવેરી, જયેશભાઇ ગેરીયા, હરેશભાઇ ભુવા, આશિષભાઇ પારેખ, હરેશભાઇ રાજપરા, સીરીષભાઇ રાજપરા, સંજયભાઇ માંડલીયા, મનીષભાઇ ભગત, હિરેનભાઇ કોંઢીયા, રાજુભાઇ ઝીંઝુવાડીયા, મીલનભાઇ પાટડીયા, નવીનભાઇ પાટડીયા, પરેશભાઇ પાટડીયા, સિધ્‍ધાર્થ ધોળકીયા, વિમલભાઇ સહિતના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

   સેવારત્‍નો'ને પણ સત્‍કારાશે

   રાજકોટઃ અત્રેના રેસકોર્ષ ખાતે રવિવારે યોજાનારા મહાસંમેલનને માણવા સુવર્ણકારો અધીરા બન્‍યા છે ત્‍યારે સમાજના અગ્રણી, સુવર્ણકારોની અનેક સમસ્‍યાઓ સહિત અનેક લડત, આંદોલનમાં હરહંમેશ અગ્રેસર રહી અવિરત સેવા બજાવનાર છેલ્લા પ૦ વર્ષથી સમાજ સેવાના ભેખધારી અરવિંદભાઇ પાટડીયાનું સેવારત્‍ન એવોર્ડ અર્પણ કરી બહુમાન કરવામાં આવશે.સાથે સાથે  વિવિધ સરકારી લાભો અપાવવા સતત પ્રયત્‍નશિલ, રાજકોટ નાથદ્વારા ટ્રેઇન ચાલુ કરવામાં મુખ્‍ય ભુમીકા ભજવનારા કમલેશભાઇ ધોળકીયાને પણ સમાજ ગૌરવ એવોર્ડ અર્પીત કરી બહુમાનીત કરાશે. તેવી જ રીતે છેલ્લા છ મહિનાથી સુવર્ણકારો માટે આર્ટીજન ફોર્મ અન્‍ય યોજનાકીય ફોર્મ ભરી આપવામાં સેવા આપનાર એકતા સમિતિના કાર્યકર ભાઇ-બહેનોનું પણ મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માન કરવામાં આવનાર છે.

   આર્ટીજન' કાર્ડ અપાશે હાથોહાથ

   રાજકોટઃ કેન્‍દ્ર સરકાર દ્વારા સોની-ચાંદી કામ સાથે સંકળાયેલ કારીગરોને વિનામુલ્‍યે આર્ટીજન કાર્ડ' આપવામાં આવે છે.સુવર્ણકારો માટે પરમેનન્‍ટ ગવમેન્‍ટ ઓળખકાર્ડ ગણાતા કાર્ડ થકી કારીગરોને આમઆદમી વીમાયોજના હેઠળ રૂા. ર૬,૦૦૦નો સ્‍વાભાવિક મૃત્‍યુ વિમો તથા ૧,પ૦,૦૦૦ અકસ્‍માત મૃત્‍યુ કે કાયમી અપંગતા વિમો કવર થાય છે તેવીજ રીતે સ્‍વાસ્‍થય સુરક્ષા વિમાયોજના (ચકખથ) હેઠળ રૂા.૩૦,૦૦૦ સુધીનો મેડીકલેમ રૂા.પ૦,૦૦૦ થી લઇને રૂા. ૧૦ લાખ સુધીનું આર્ટીજન ક્રેડીટકાર્ડ (મુદ્રાકાર્ડ), મુદ્રાલોન, વાજપેયી, બેન્‍કલોન વિગેરેસરળતાથી મળી શકે છે  અત્રે નોંધનીય છે કે  આર્ટીજન કાર્ડ ધરાવનારાને ગવમેન્‍ટને લગતા મેળાવડાઓમાં વ્‍યાજબી ભાડા ઉપર સ્‍ટોલ મળી શકે છે ત્‍યારે આવા લાભો મળે તે માટે રાજકોટ ખાતે ગત નવેમ્‍બરના હજારો સુવર્ણકારોએ ભરેલા આર્ટીજન કાર્ડના ફોર્મ સરકાર તરફથી સંસ્‍થાને મળ્‍યા હોવાથી મહા સંમેલનમાં મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરવામાં આવશે.

 (04:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS