Samachar Rajkot

News of Friday, 21st April, 2017

પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવતકથાચ સર્વધર્મ- સર્વ સમાજની બની રહેશે

કથાના આયોજન માટે વિવિધ જ્ઞાતિના અગ્રણીઓની મળી બેઠક : તમામ પ્રકારના સહયોગની આપી ખાત્રી : રાજકોટમાં વસતી વિવિધ જ્ઞાતિ પંચનાથ ટ્રસ્‍ટની કથામાં એક તાંતણે બંધાશે, નિમિત ટ્રસ્‍ટ છે પણ પરિશ્રમ અને કાર્ય બધા સમાજ કરશે

પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવતકથાચ સર્વધર્મ- સર્વ સમાજની બની રહેશે

   રાજકોટ, તા. ૨૧ : પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્‍ટ દ્વારા નિર્માણ પામનાર હોસ્‍પિટલના લાભાર્થે યોજાઈ રહેલી ભાગવત કથાના આયોજનમાં રાજકોટમાં વસતા તમામ સમાજ - જ્ઞાતિના લોકોએ સહયોગ, સહકારની ખાત્રી આપી છે. આ કથાના નિમિત તરીકે ભલે પંચનાથ ટ્રસ્‍ટ છે પણ આ કાર્યમાં તમામ સમાજ વિવિધ જ્ઞાતિઓ જોડાશે. પંચનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આ અંગે તમામ જ્ઞાતિના અગ્રણીઓની મીટીંગ મળી હતી. જેમાં કથા આયોજનમાં તન, મન અને ધનથી સહયોગ આપવાની ખાત્રી જ્ઞાતિ વતી આગેવાનોએ આપી હતી. આ કથા અઢારેય વર્ણની કથા બની રહેશે.

   ભાગવત કથા રાજકોટના આંગણે તા. ૧૧થી ૧૮મી મેં દરમિયાન યોજાઈ રહી છે. ત્‍યારે એક પછી એક કામને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજકોટ - સૌરાષ્‍ટ્ર માટે એક અનોખો અવસર જયારે આકાર લઈ રહ્યો છે ત્‍યારે તમામ સમાજ, વર્ગને એના આયોજનમાં જોડવાનો પ્રયાસ કથા આયોજન સમિતિએ કર્યો છે. પંચનાથ મંદિરના પરિસરમાં રાજકોટના વિવિધ સમાજના અગ્રણીઓની મળેલી બેઠકમાં સર્વાનુમતે સૌ કોઈએ આ વિરાટ આયોજનને પોતાનું ગણીને એમાં કામે લાગી જવા નિર્ધાર વ્‍યકત કર્યો હતો.

   કથા આયોજન સમિતિ વતી સ્‍વાગત પ્રવચન શ્રી ડી. વી. મહેતાએ કર્યુ હતું. સોની સમાજના અગ્રણી ચમનભાઈ લોઢીયાએ પોતાની ખુશી વ્‍યકત કરતા કહ્યુ કે ભાગવત કથા હોય એટલે આમ પણ વૈષ્‍ણવ સમાજને તો આનંદ હોય જ અને આ તો હોસ્‍પિટલ માટે કથા થઈ રહે છે એટલે બેવડી ખુશી છે. સોની સમાજ આમાં આનંદથી ભાગ લેશે. પ્રજાપતિ સમાજ વતી મોહનભાઈ વડોલીયાએ પણ આયોજનમાં સમાજના પૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી. જૈન સમાજ વતી ડોલરભાઈ કોઠારીએ કહ્યુ હતું કે પંચનાથ ટ્રસ્‍ટ માનવસેવાની સાથે પશુ - પ્રાણીઓ માટે પણ વિનામૂલ્‍યે હોસ્‍પિટલ ચલાવે છે. જીવદયાનું આ કામ ઉમદા છે અને હવે મોટાપાયે હોસ્‍પિટલ બનવાની છે ત્‍યારે એના માટે યોજાતી કથામાં જૈન સમાજ પણ સહયોગ આપે એમાં નવાઈ નથી.

   કડવા પટેલ સમાજ વતી મહેન્‍દ્રભાઈ ફળદુએ પણ ખુશી વ્‍યકત કરીને સહયોગની ખાત્રી આપી હતી. ખોડલધામના પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના આગેવાન પરેશ ગજેરાએ પણ ટ્રસ્‍ટ અને સમાજના સહયોગની ખાત્રી આપીને ખોડલધામની જેમ જ વ્‍યવસ્‍થા કરવાની પણ વાત કરી હતી. બ્રહ્મ સમાજના અનંતભાઈ દવેએ સમાજના સહયોગ અંગે ખાત્રી આપી હતી.

   ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ સુરેન્‍દ્રસિંહ ચૌહાણે કથા પહેલાથી કામે લાગી જવાની વાત કરી હતી. નાગર જ્ઞાતિના જે. ટી. બક્ષી,  જગદીશભાઈ બુચ, મુસ્‍લિમ સમાજના હારૂનભાઈ, ભરવાડ સમાજના રઘુભાઈ ધોળકીયા પણ બેઠકમાં ઉપસ્‍થિત રહ્યા હતા. કથા આયોજનની જે કોઈપણ પેટા સમિતિમાં એમને જે કામ સોંપવામાં આવશે એ કામ એ લોકો કરશે અને પોતાના સમાજમાં પણ આ આયોજનનો બહોળો પ્રચાર થાય એ માટે વ્‍યવસ્‍થા કરશે એવી ખાત્રી તેમણે આપી હતી. વોરા સમાજ વતી અસગરભાઈ વંથલીવાળા ઉપસ્‍થિત હતા. રાજપૂત સમાજ વતી કિશોર રાઠોડ પણ હાજર હતા અને બંનેએ તમામ પ્રકારની જવાબદારી ઉપાડવા તૈયારી દર્શાવી હતી.

   ડોલરભાઈ વી. કોઠારી (જૈન સમાજ), મનસુખભાઈ ધંધુકીયા (પ્રજાપતિ સમાજ), બદ્રકિયા રસીકભાઈ (ગુજર સુથાર સમાજ), કિશોરભાઈ રાણપરા, બીપીનભાઈ લાઠીગરા, ભરતભાઈ પારેખ, વિજયભાઈ અખેડીયા (સોની સમાજ), દેવાંગભાઈ મંકોડી (નાગર સમાજ), બાલેન્‍દ્ર મહેતા (નાગર સમાજ), નલીનભાઈ વૈદ (નાગર સમાજ), જગદીશભાઈ ડી. બુચ (નાગર સમાજ), મકરંદભાઈ વોરા (નાગર સમાજ), રોહિત એચ. માંકડ (નાગર સમાજ), જે. ડી. બક્ષી (નાગર સમાજ), હિમાંશુભાઈ રાણા (નાગર સમાજ), કાનાભાઈ (સતવારા સમાજ), સુરેશભાઈ પરમાર (દેવીપૂજક), જયેન્‍દ્રભાઈ ગોહેલ (ધોબી સમાજ), દિનેશભાઈ જાવીયા (કડીયા સમાજ), હસમુખભાઈ ચોવટીયા (કડીયા સમાજ), મનુભાઈ ટાંક (કડીયા સમાજ), કિશોરભાઈ પરમાર (કડીયા સમાજ), રમેશભાઈ પરમાર (કોળી સમાજ), બાબુભાઈ દુધરેજા (ચુવાળીયા કોળી સમાજ), મુકેશભાઈ કામદાર (આર.એસ.એસ. રાજકોટ), ડી. પી. રાઠોડ (કડીયા સમાજ), જયેશભાઈ ઉપાધ્‍યાય (બોલબાલા ટ્રસ્‍ટ), સુરેન્‍દ્રસિંહ વાળા (શહેર ભાજપ), દારૂનભાઈ શાહમદાર (પ્રમુખ રાજ. પ્રમુખ લઘુ.), જમાલભાઈ (મુસ્‍લિમ આગેવાન), પરેશભાઈ ગજેરા (ખોડલધામ), માધવ દવે (બ્રાહ્મણ સમાજ), કિશોરભાઈ રાઠોડ (પુરૂષાર્થ ગ્રુપ), ભરત પી. કુબાવત, સંજયભાઈ (પટેલ-સમાજ), મોહનભાઈ વાડોલીયા (પ્રજાપતિ સમાજ), જયેશભાઈ (પ્રજાપતિ સમાજ), મનસુખભાઈ (પ્રજાપતિ સમાજ),  હિતેશભાઈ ગૌસ્‍વામી (આગેવાન), ગૌતમભાઈ ગૌસ્‍વામી (આગેવાન), અસગરભાઈ (વ્‍હોરા સમાજ), અબ્‍બાસીભાઈ ત્રવાડી (વ્‍હોરા સમાજ), સુધીરભાઈ અગ્રાવત (રામાનંદી સાધુ સમાજ), કિશોરભાઈ દેવમોરારી (રામાનંદી સાધુ - સમાજ), રાજેશ દેવમોરા (રામાનંદી સાધુ સમાજ), અરવિંદભાઈ સોલંકી (પ્ર. વાણંદ સમાજ), સચિનભાઈ પરમાર (પ્ર. વાણંદ સમાજ), અમિતભાઈ ધામેલીયા (પ્ર. વાણંદ સમાજ), અશોકભાઈ જાદવ (પ્ર. વાણંદ સમાજ), યોગેશભાઈ ભટ્ટ (બ્રહ્મસમાજ), નિલેશભાઈ કામદાર (જૈન સોશી. ગ્રુપ, રાજ મીડટાઉન), અનંતભાઈ પૂ. ભટ્ટ (બ્રાહ્મણ સમાજ), ઉમેશકુમાર જે. પી. (દરજી સમાજ), રઘુભાઈ ધોળકીયા (ભરવાડ સમાજ), રાજુભાઈ (ભરવાડ સમાજ), મુકેશભાઈ પરમાર (વાલ્‍મીકી સમાજ), અજયભાઈ વાઘેલા (વાલ્‍મીકી સમાજ), યોગેશભાઈ પૂજારા (રઘુવંશી સમાજ), ચીમનલાલ (સોની સમાજ), વિજયભાઈ દોશી (મોટવણીક સમાજ), હીરાભાઈ ઘાવરી (વાલ્‍મીકી સમાજ), આશિષ વ્‍યાસ (સૌરા. યુનિન.) વગેરે સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

    આખી મીટીંગમાં બધાએ બુલંદ સ્‍વરે કથાના આયોજન, હોસ્‍પિટલના પ્રકલ્‍પને દિલથી, ઉમળકાથી વધાવ્‍યો અને બિરદાવ્‍યો હતો. રાજકોટમાાં જયારે એક ધાર્મિક સંસ્‍થા આવડો મોટો સામાજીક સંકલ્‍પ લઈને બેઠી હોય અને એ હોસ્‍પિટલમાં દર્દીઓની સેવા નિરંતર થવાની હોય એવા પ્રોજેકટ માટે કથા થતી હોય તો એમાં સહયોગ આપવાનો જ હોય એવો સુર બધાએ વ્‍યકત કર્યો હતો અને કહ્યુ હતું કે આ આયોજન ફકત પંચનાથ ટ્રસ્‍ટનું નહિ પણ સમગ્ર રાજકોટનું છે અને અમે વિવિધ સમાજ - જ્ઞાતિના પ્રતિનિધિ તરીકે એ આયોજનમાં પહેલેથી છેલ્લે સુધી સાથે જ છીએ. જ્ઞાતિઓની બેઠકનું સંચાલન યુવા અગ્રણી - એડવોકેટ માધવ દવેએ કર્યુ હતું. દેવાંગ માંકડે સર્વેનો આભાર માન્‍યો હતો.

 (01:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS