Samachar Rajkot

News of Friday, 21st April, 2017

રાજકોટ શહેર-જીલ્લાના વકીલો દ્વારા લો- કમિશનના બીલની હોળી કરાઇ

એડવોકેટ એક્‍ટમાં સુધારાનો દેશભરમાં વકીલોમાં વિરોધઃ ઠેર ઠેર બીલની હોળી કરી કલેક્‍ટરને આવેદન પત્ર પાઠવી વકીલોનું વિરોધ પ્રદર્શનઃ સભ્‍ય અભયભાઇ ભારદ્વાજ, બાર. કાઉ.ના પુર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, બાર.એસોના પ્રમુખ સંજયભાઇ વ્‍યાસ સહિત વિવિધ વકીલ મંડળોએ પણ વિરોધ નોંધાવ્‍યોઃ કાળો કાયદો રદ નહિ થાયતો જેલબરો આંદોલન સહિતના કાર્યક્રમો થશેઃ બપોરબાદ વકીલોની હડતાલ

રાજકોટ શહેર-જીલ્લાના વકીલો દ્વારા લો- કમિશનના બીલની હોળી કરાઇ

      

      રાજકોટ : એડવોકેટ એકટના સુચિત સુધારાના વિરોધમાં આજે રાજકોટ બાર એસો. અને સીનીયર એડવોકેટ અભયભાઇ ભારદ્વાજના વડપણ હેઠળ સુચિત બીલની હોળી કરવામાં આવી હતી. પ્રસ્‍તુત તસ્‍વીરમાં બીલની હોળી કરતા બાર એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્‍યાસ, સેક્રેટરી મનીષભાઇ ખખ્‍ખર, બાર કાઉ.ના પુર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, જયેશભાઇ બોઘરા, જે.એફ.રાણા, સી.એચ.પટેલ, પ્રાણલાલ મહેતા, સંજય ઠુંમર, રાજેશ મહેતા, તુષાર બસલાણી, રાજેશ જલુ, નલીન આહ્યા, ભરતભાઇ આહ્યા, હિતેષભાઇ દવે, સમીર ખીરા વિગેરે મોટી સંખ્‍યામાં દર્શાય છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

      

      રાજકોટ તા.૨૧: લો કમીશન ઓફ ઇન્‍ડીયાના પૂર્વ જસ્‍ટીસ ચેરમેન બી.એસ. ચૌહાણ દ્વારા લો કમીશન દ્વારા ભારત સરકારમાં વકીલો વિરોધી સુચીત કાયદો મંજુર કરવા માકલ્‍યો છે જેના આક્રોસ દેશભરના વકીલોમાં ફાટી નીકળેલ છે. અને જસ્‍ટીસ ચૌહાણના રાજીનામું માંગવાનો પ્રસ્‍તાવ બાર કાઉન્‍સીલ ઇન્‍ડીયાએ જાહેર કરી અને આજે ૨૧ એપ્રીલના દેશભરના વકીલોને હડતાલ રાખી સુચીત કાયદાની હોળી કરવાના આદેશના પગલે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન હોળી કરવાના આદેશના પગલે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતનાપુર્વ ચેરમેન દીલીપ પટેલ તથા અન્‍યો દ્વારા આજરોજ પ્રપોઝલ બીલની હોળી કરવામાં આવેલ હતી.

      લો કમીશનના મેમ્‍બર અભય  ભારદ્વાજે આ વકીલ વિરોધી કાયદાનો જોરદાર વિરોધ કરી અને વકીલની તરફેણમાં પોતાનો મત રજૂ કરી આજના આ કાર્યક્રમમાં જોડાયેલ હતા અને તેની આગેવાની નીચે રાજકોટ કલેક્‍ટરને વીશાળ વકીલ સમુદાય વતી આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું જેમાં બાર. એસોના પ્રમુખ સંજયભાઇ વ્‍યાસ, સેક્રેટરી મનિષભાઇ ખખ્‍ખર સહિતના હોદેદારો જોડાયા હતાં.

      રાજકોટના ત્રણ હજારથી વધુ તથા સમગ્ર જીલ્લાભરના વકીલ મંડળોએ હડતાલ, હોળી કરી આવેદનપત્રો પાઠવેલ હતાં. રાજકોટ ભાજપના હીતેશ દવે, રૂપરાજસિંહ પરમાર, ધર્મેશ સખીયા, ધર્મેશ પરમાર તથા વિજય દવે ક્રિમીનલ બારના પ્રમુખ તુષર બસલાણી, હેમાંગ જાની, જયુભા રાણા, હીતુભા જાડેજા, રાજકુમાર હેરમા, નોટરી એસોના પ્રમુખ ભરત આહયા, રેવન્‍યુ બારના પ્રમુખ સી.એચ. પટેલ, કલેઇમ બારના પ્રમુખ રાજેશ મહેતા, ગોપાલ ત્રિવેદી, કે.જે. ત્રિવેદી, લેબર બારના પ્રમુખ ગીરીશભાઇ ભટ્ટ, સેલટેક્ષ પ્રમુખ જતીન ભટ્ટ સહીતના તમામ બાર એસોના સભ્‍યો મોટી સંખ્‍યામાં જોડાયેલ હતાં. વધુમાં બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના ચેરમેન મનનકુમાર મીશ્રાએ જણાવેલ હતું કે ૨ મે સુધીમાં આ કાળો કાયદો ધ્‍યાને લઇ રદ નહી કરવામાં આવે તો વિવિધ બાર એસોસીએશનો વિરોધ કરી પ્રદર્શન રેલી કાઢશે અને પતીયાલા હાઉસથી રાજઘાટ રેલી કાઢશે અને જરૂર પડયે જલદ કાર્યક્રમો આપી જેલભરો આંદોલ કરવામાં આવશે તેમ જણાવેલ હતું.

       આ વકીલો દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સીનીયર ધારાશાષાી અભય ભારદ્વાજ, ગીરીશ ભટ્ટ, જયદેવ શુકલ, ધીરજ પીપળીયા, એસ. કે. વોરા, અમીત જોષી, અને.આર. શાહ, વાય.પી. જાડેજા, પરેશભાઇ મારૂ, યોગેશ ઉદાણી, નીલેશ ગણાત્રા, મુકેશ પીપળીયા, સમીર ખીરા, દીલીપ મહેતા, મીનાક્ષીબેન ભટ્ટ, બીનલબેન રવેશીયા, અમૃતાબેન ભારદ્વાજ, મહેશ્વરીબેન ચૌહાણ, સ્‍મીતાબેન અત્રી, રાકેશ ભટ્ટ, કલ્‍પેશ નસીત તથા હાલમાં સેનેટ સભ્‍ય બનેલ કપીલ શુક્‍લ સહીતના ઉપસ્‍થિત રહેલ.  અને બપોરબાદ વકીલો કોર્ટ કાર્યવાહીની  અલીપ્ત રહ્યા હતાં.

       

 (12:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS