Samachar Rajkot

News of Friday, 21st April, 2017

રાત્રે-સવારે પવનના સુસવાટાઃ બપોરે આકરો તાપ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત

   રાજકોટ તા.૨૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે પવનના સુસવાટા ફૂંકાઇ રહ્યા છે અને બપોરના સમયે આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે.

   છેલ્લા થોડા દિવસોથી સર્વત્ર અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે.

   મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાઇ રહી છે. અને સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

   બપોરના સમયે ધોમધખતા તાપનુ પ્રમાણ વધતા મહતમ તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

   પોરબંદરમાં બપોરે આકરો સૂર્યતાપ

   પોરબંદર : સવારે વાદળછાંયુ વાતાવરણ અને બપોરે આકરો સુર્યતાપ પડે છે. બરડા ડુંગરમાં લૂ વાય છે. રાત્રીના બફારો, ચૈત્રવદ પાંચમથી સાતમ ત્રણ દનિયા વાદળોને લીધે સામાન્‍ય વરસાદ રહેશે. ગુરૂતમ નિષ્‍ણાતમાન ૩૪ સે.ગ્રે., લઘુતમ ઉષ્‍ણાતામાન ર૬.૦પ સે.ગ્રે., ભેજ ૭૧ ટકા, પવનની ગતિ ૧૧ કીમી, હવાનું દબાણ ૧૦૦૮ એચ.પી.એ., સુર્યોદય ૬.ર૭ તથા સુર્યાસ્‍ત ૭.૧૩ મીનીટે.

   

    

 (11:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS