Samachar Rajkot

News of Friday, 21st April, 2017

રાજકોટ સહિત ૯ ડેપો ઉપર ડીસી જેઠવાના દરોડા સીગારેટ-બીડી પીતા-પીધેલા પકડી લેવા ઓપરેશન

બસ સ્‍ટેશનની અંદર અને બસમાં સ્‍ટાફ પકડાશે તો પ્રથમ વખત દંડ બાદમાં સસ્‍પેન્‍ડની કાર્યવાહી

   રાજકોટ તા. ર૧ : રાજકોટ એસ.ટી. ડિવીઝનના ડિવીઝનલ નિયામક શ્રી બ્રિજેશ જેઠવાએ આજે સવારથી જબરૂ ઓપરેશન હાથ ધરી રાજકોટ બસ ડેપો સહિત કુલ ૯ ડેપો ઉપર દરોડાનો દોર શરૂ કરતા સન્નાટો પ્રસરી ગયો છે.

   ડીસી.શ્રી જેઠવાએ ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે, રાજકોટ ઉપરાંત, મોરબી, સુરેન્‍દ્રનગર, ગોંડલ, વાંકાનેર, જસદણ, ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા સહિતના ૯ ડેપો ઉપર સવારથી અધીકારીઓની ટીમ મોકલાઇ છે, અને બસમાં કે ડેપોની અંદર-બહાર સીગારેટ-બીડી પીતા-પીધેલા સ્‍ટાફ-ડ્રાઇવર-કંડકટર-કે કોઇપણ કર્મચારી કે બસના કોઇપણ મુસાફરો પકડાશે એટલે તુર્તજ સ્‍થળ ઉપર જ દંડ ફટકારાશે, શ્રી જેઠવાએ ઉમેર્યુ હતું કે, ૧ લી વખત કોઇપણ સ્‍ટાફ પકડાશે તો દંડ અને બીજી વખત ઝપટે ચડશે તો ચાર્જશીટ અને સસ્‍પેન્‍ડ સુધીની કાર્યવાહી થશે.

 (11:41 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS