avasan nondh
rss-feed-icon
પોરબંદરના પૂર્વ સાંસદ ભરતભાઇ માળદેવજીભાઇ ઓડેદરાના પુત્ર મયુરભાઇનું અવસાન આજે બપોરે પ્રાર્થના સભાઃ ૨૬મીએ ઉતરક્રિયા
Obituaryપોરબંદરઃ કોંગ્રેસના પૂર્વ સાંસદ ભરતભાઇ માળદેવજીભાઇ ઓડેદરાના મોટા પુત્ર મયુરભાઇ (ઉ.૪૨) તે રાજયના પુર્વ નાણામંત્રી અને સાંસદ, જીપીસીસીના પૂર્વ પ્રમુખ અને એડવોકેટ સ્વ. માળદેવજીભાઇ ઓડેદરાના પૌત્ર, દક્ષાબેનના પતિ તથા પ્રયાગભાઇના પિતાશ્રીનું તા.૨૦મીએ ગુરૂવારે અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થના સભા આજે તા.૨૧મીએ બપોરે ૪-૩૦ થી ૫-૩૦ નટવરસિંહજી કલબ ખાતે તથા ઉતરક્રિયા તા.૨૬મીએ બુધવારે તેમના નિવાસ સ્થાન રાખેલ છે. સદ્ગતની ગઇકાલે નીકળેલી અંતિમ યાત્રામાં સામાજિક રાજકીય અને સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયેલ અને અંજલી અર્પી હતી. મયુરભાઇના અવસાનથી ઓડેદરા પરિવાર સગા સંબંધીઓ તથા શહેરીજનોમાં શોક છવાયેલ.
 
 

જુનાગઢના વૈષ્ણવાચાર્ય ગોકુલેશજી મહોદયનું અવસાન

જુનાગઢઃ જુનાગઢના વૈષ્ણવાચાર્ય ગોકુલેશજી મહોદયનું ગઇકાલે અવસાન થતા વૈષ્ણવજનોમાં શોક છવાયો છે.મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવની ઉજવણી રદ કરાઇ છે.

જૂનાગઢના માંગનાથ રોડ પર આવેલી હવેલીના વૈષ્ણવાચાર્ય દાની રાયજી મહારાજના જયેષ્ઠ આત્મજ ગોકુલેશજી મહોદય (લાલબાવા,(ઉ.વ.૪૪)નું ગઇકાલે હૃદયરોગથી અવસાન થયું હતું. વૈષ્ણવાચાર્યજીના નિત્ય લીલા પ્રવેશથી વૈષ્ણવજનોમાં શોક છવાયો છે. હવેલીમાં યોજાનાર મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી રદ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

ઉદયભાઇ જોશી

વિસાવદર,: ઔદિચ્‍ય ખ.સ. જ્ઞાતિ સ્‍વ.રતિલાલ નવલશંકર જોષીના પુત્ર ઉદયભાઇ (ઉ.વ.પ૮) તે પ્રફુલભાઇ, વિજયભાઇ, હંસાબેન, અંજુબેન, યામીનીબેન, પારૂલબેનના ભાઇ તેમજ સચીન, મીલન, શીવાનીના પિતાશ્રી તેમજ સ્‍વ.બાબુલાલ મુળશંકર જોષીના જમાઇનું તા.ર૦ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.રર શનિવારે સાંજને ૪ થી ૬ બ્રહ્મસમાજ વાડી પાસે વિસાવદર મુકામે રાખેલ છે. (

ધર્મિષ્‍ઠાબેન સીતાપરા

રાજકોટ,: ધર્મિષ્‍ઠાબેન (ઉ.વ.૩૦) તે દેવેન કૌષિકભાઇ સીતાપરા (ગુર્જર સુતાર) થાણાપીપળી વાળાનાં ધર્મપત્‍ની તેમજ રમેશભાઇ વશરામભાઇ ભાલારા (હમાપર વાળા)ની પુત્રીનું તા.ર૦ ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રર શનીવારે સાંજના પ થી ૭, શ્રી અન્નપૂર્ણેશ્વર મહાદેવ મંદિર, જુની પપૈયાવાડી શેરી નં.ર, દોશી હોસ્‍પીટલ રોડ, ગુરૂપ્રસાદ ચોક ખાતે રાખેલ છે.

હિરેનભાઇ વાગડીયા

મોરબી,: વાગડીયા વૃજલાલ છોટાલાલના પુત્ર હિરેનભાઇ (ઉ.વ.૩૭)નું તા.ર૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૧ના સાંજે પ થી ૬ વાઘેશ્વરી મંદિર, દરબારગઢ મોરબી મુકામે રાખેલ છે.

વિજયાબેન જીવરાજાણી

રાજકોટ : લોહાણા વિજયાબેન (ઉ.વ.૭૪) તે સ્‍વ. હરગોવિંદદાસ વીઠલદાસ જીવરાજાણીના ધર્મપત્‍નિ, તેમજ સંજયભાઇ, સંદિપભાઇ, દક્ષાબેન સુબા (લંડન)ના માતુશ્રી, તથા ઠા. ભીમજી ધનજી પંડિત (મોરબી)ના દીકરીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી બંને કાલે તા.૨૨ને શનિવારના રોજ સાંજે ૫ કલાકે ભવનાથ મંદિર, રૈયા ચોકડી, અમૃતા હોસ્‍પિટલવાળી શેરી, શિવમપાર્ક, રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયભાઇ પીઠવા

રાજકોટ : વિજયભાઇ પ્રભુદાસ પીઠવા (ઉ.વ.૪૫) તે પ્રભુદાસભાઇ હરીભાઇ પીઠવા, તથા (શ્રી સિદ્ધનાથ સ્‍કેલવાળા)ના પુત્ર, તથા મહેન્‍દ્રભાઇ, મનોજભાઇ, રાજુભાઇના લઘુબંધુ, તથા ભરતકુમાર વાઘેલા (વેલડોર - રાજકોટવાળા), અને મનીષકુમાર પરમાર  (ઇઝી લૂબવાળા)ના સાળાનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્‌ગતનું બેસણું આજે તા.૨૧ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૫:૩૦ પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર ખાતે રાખેલ છે.

 

જુનાગઢઃ કોર્પોરેટર પ્રીતીબેન સાંગાણીનાં માતુશ્રીનું અવસાનઃ શનિવારે ઉઠમણું

જુનાગઢઃ જયશ્રીબેન સુર્યકાંતભાઇ તંબોળી (ઉ.વ.૬પ) તે નિવૃત એસટી અધિકારી સુર્યકાંતભાઇ નાથાભાઇ તંબોળીના ધર્મપત્‍ની તથા કોર્પોરેટર પ્રીતીબેન સાંગાણી તેમજ ધર્મેશભાઇનાં માતુશ્રી તથા બ્‍લુ સ્‍ટાર ડેન નેટવર્કનાં એમડી નિલેશભાઇ સાંગાણીનાં સાસુ અને મુકેશભાઇના કાકીનું તા.ર૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.રરને શનિવારના રોજ સાંજે પ થી ૬ કલાકે તક્ષશીલા એપાર્ટમેન્‍ટ બેઝમેન્‍ટ નહેરૂપાર્ક સોસાયટી જુનાગઢ ખાતે રાખેલ છે.

પડધરીવાળા કનુભાઇ શાસ્ત્રીના ભાભીનું નિધનઃ સોમવારે ઉઠમણું

રાજકોટ : પડધરી નિવાસી સારસ્‍વત બ્રાહ્મણ જનકરાય શંકરલાલ સાતાના પત્‍નિ દયાબેન (ઉ.વ.૬પ)નું અવસાન તા.ર૦ને ગુરૂવારે થયેલ છે. તે કિશોરભાઇ સ્‍વ.શશીકાંતભાઇ, ધીરૂભાઇ, કનુભાઇ શાષાી, મનોજભાઇ, પ્રદ્યુમનભાઇ તથા અરવિંદભાઇના ભાભી તેમજ હિમાન્‍શુ, હિતેશ, જીતેન કિર્તીબેન પોરબંદર હસીબહેન અમદાવાદના માતુશ્રી તેમજ મોતીલાલ શામજીભાઇ સોનપાલ લાવડીયાવાળાના પુત્રી જે હર્ષદભાઇ, પ્રદિપભાઇ સોનપાલ જામનગરના બહેનનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી ર૪ને સોમવારે સાંજે પ થી ૬ લોહાણા મહાજનવાડી પડધરી ખાતે રાખેલ છે.

મયાબેન અનડકટનું ૧૦૦ વર્ષની વયે નિધન : કાલે ઉઠમણું

રાજકોટ : ગં.સ્‍વ. મયાબેન મણિલાલ અનડકટ (ઉ.વ.૧૦૦) તે લલિતભાઇ, રમેશભાઇ (એલઆઇસી), તથા રજનીભાઇ, ખુશાલભાઇ (લલિત કલા કેન્‍દ્ર), અને સ્‍વ. દૂર્ગાબેન સવજીયાણી, અને ત્રિવેણીબેન ચંદે (મુંબઇ)ના માતુશ્રીનું તા.૨૦ને ગુરૂવારના શ્રીજી ચરણ પામેલ છે. સદ્‌ગતનું બેસણું કાલે તા.૨૨ને શનિવારના રોજ સાંજે ૬ કલાકે જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

પ્રેમિલાબેન ચંદ્રેશા

જામનગરઃગુર્જર સુતાર શ્રી ધીરજલાલ દામજીભાઇ ચંદ્રેશાના ધર્મપત્‍ની અ.સૌ. પ્રેમિલાબેન ધિરજલાલ ચંદ્રેશા (ઉ.વ.૭૦) તે દિપકભાઇ ચંદ્રેશા, ગીતાબેન મહેન્‍દ્રકુમાર અઘાડાના તથા પુનીતાબેન વિમલકુમાર ભાલારાના માતૃશ્રી, શિતલબેન ચંદ્રેશાના સાસુ.આનંદ તથા મહર્ષના નાની, તિર્થ તથા જહાન્‍વીના દાદી, રમેશભાઇ તથા દામજીભાઇના ભાભીનું તા.૧૯ બુધવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૧ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ વિશ્વકર્મા વાડી,જગ્‍યા નં.૨,પંચેશ્વર ટાવર-જામનગર રાખેલ છે.

અશોકભાઇ પારેખ

રાજકોટઃસ્‍વ.સોની જમનાદાસ લક્ષ્મીચંદ પારેખ ટંકારાવાળાના પુત્ર અશોકભાઇ (ઉ.વ.૫૨) તા.૨૦ના રોજ શ્રીજી ચરણ પામ્‍યા છે. તે પ્રફુલભાઇ જમનાદાસ પારેખના નાના ભાઇ તે કમલ, કિશનના પિતાશ્રી તે સોની વસંતલાલ માણેકલલાલ રાણપરા (વિછીંયા વારા)ના જમાઇ તે પરેશભાઇના બનેવી બન્‍ને પક્ષનું બેસણુ તા.૨૧ને શુક્રવારે  સાંજે ૪ થી ૫ ખત્રીવાડ પારેખ વાડીમાં રાખેલ છે (લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

જમનાબેન ઘાડીયા

રાજકોટ : મૂળ વિળપર - વેરતીયા હાલ નવા વિરપર ગામના રહેસી જમનાબેન (ઉ.વ.૮૫) તે વેલાભાઇ સવાભાઇ ઘાડીયાના ધર્મપત્‍નિ, અને ગોકળભાઇ, મનસુખભાઇના માતુશ્રી, તથા જીજ્ઞેશ, હિતેશ, દિલીપ, પ્રકાશના દાદીમાનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે.

કાંતીભાઇ દોમડીયા

રાજકોટ : મૂળ વિરપર હાલ વેરતીયા ગાયત્રીનગર (નંદપુરના રહેસી) લેઉવા પટેલ સમાજના કાંતીભાઇ મોહનભાઇ દોમડીયા (ઉ.વ.૫૮) તે મોહનભાઇ દોમડીયના મોટાપુત્ર, તથા બાબુભાઇ, ડો. વિનોદભાઇ, હેમતભાઇના મોટાભાઇ, અને પ્રવિણ, અશોક, મનીષાના પિતાશ્રીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે.

 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS