NRI Samachar

News of Thursday, 20th April, 2017

પ્રાણીઓ ઉપર કૂરતા આચરવાના આરોપસર ઇન્‍ડિયન અમેરિકન હોટેલિયર વિક્રમ ચટવાલ કસૂરવાનઃ પાંચ દિવસની કોમ્‍યુનિટી સેવા કરવાનો હુકમ તથા પાંચ વર્ષ સુધી પાલતુ પ્રાણીઓ રાખવા ઉપર પ્રતિબંધ

પ્રાણીઓ ઉપર કૂરતા આચરવાના આરોપસર ઇન્‍ડિયન અમેરિકન હોટેલિયર વિક્રમ ચટવાલ કસૂરવાનઃ પાંચ દિવસની કોમ્‍યુનિટી સેવા કરવાનો હુકમ તથા પાંચ વર્ષ સુધી પાલતુ પ્રાણીઓ રાખવા ઉપર પ્રતિબંધ

         

         

         મેનહટનઃ યુ.એસમાં મેનહરન સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન હોટેલિયર ૪૪ વર્ષીય વિક્રમ ચટવાલને પ્રાણીઓ ઉપર કૂરતા આચરવા બદલ કોર્ટએ પાંચ દિવસની કોમ્‍યુનિટી સર્વિસ તથા પાંચ વર્ષ સુધી પાલતુ પ્રાણીઓ રાખવા ઉપર પ્રતિબંધ મૂકવાની શિક્ષા કરી છે. તેવુ સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

         વિક્રમએ ૨ કૂતરાઓને અગ્નિ સાથે રાખી કૂરતા આચરી હતી તેવો આરોપ હતો. જે અંગે તેણે કોર્ટમાં કબૂલાત પણ કરી લીધી હતી. તેના એટર્નનીએ પોતાના અસીલની માનસિક અસ્‍વસ્‍થતાને ધ્‍યાને લઇ તેમજ અગાઉના ક્રાઇમ રેકોર્ડ ખરાબ ન હોવાની બાબત ધ્‍યાને લઇ જેલસજામાંથી મુક્‍તિ આપવા વિનંતી કરી હતી. જેને ધ્‍યાને લઇ નામદાર કોર્ટએ ઉપરોક્‍ત શિક્ષા ફરમાવી હતી.

          

 (09:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS